ગુજરાત

અરવલ્લી જિલ્લાના શિક્ષકનો વિડીયો વાઇરલ મોંઘી દાટ ગાડી સાથેનો વાઇરલ વિડીયોથી ચકચાર મચ્યો

મ્ઢ ગુપના ૬,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનાં કેસમાં દિનપ્રતિદિન નવા ફણગા ફૂટતાં જ જાય છે. અરવલ્લી જિલ્લાના શિક્ષકનો વિડીયો વાઇરલ થયો છે. લાખો રૂપિયાની મોંઘી દાટ ગાડી સાથેનો વિડીયો વાઇરલ થયો છે. મ્ઢ ગુપના ૬,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનાં કેસમાં દિનપ્રતિદિન નવા ફણગા ફૂટતાં જ જાય છે. અરવલ્લી જિલ્લાના શિક્ષકનો વિડીયો વાઇરલ થયો છે. લાખો રૂપિયાની મોંઘી દાટ ગાડી સાથેનો વિડીયો વાઇરલ થયો છે. કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના હસ્તે મર્સીડીઝ કારની ડિલિવરી લેતો વિડીયો વાઇરલ થયો છે. મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા સાથે એજન્ટ મયૂર દરજી નો વિડીયો પણ છે. લાખો રૂપિયાની કાર સાથે શિક્ષક મયૂર દરજીને ભુપેન્દ્રસિંહ ઝાલા શુભેચ્છા પાઠવતો દેખાય છે.

કારની ડિલિવરી લેનારો શિક્ષક મયુર દરજી મેઘરજ તાલુકાની એક પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. હવે એક સામાન્ય પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરનારા શિક્ષકની લાખો રૂપિયાની મર્સીડીઝ કાર શિક્ષણ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ શિક્ષકે પડદા પાછળ રહીને અન્યોને કરોડોનું રોકાણ કરાવ્યું છે. મહાઠગ ભુપેન્દ્ર ઝાલાના હાથે વૈભવી કારની ડિલિવરી લેતો વિડીયો વાઇરલ થયો છે. ભુપેન્દ્રસિંહ ઝાલા,મયૂર દરજી અને શિક્ષક એકબીજાનું મોંઢું મીઠું કરાવતા પણ જાેવા મળ્યા છે. અરવલ્લી જિલ્લામાં અનેક શિક્ષકો બીઝેડ ગ્રુપના એજન્ટ હોવાની માહિતી મળી છે. કારની ડિલિવરી લેતાં શિક્ષક સાથેના વિડીયોથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. આ ચકચાર જગાવનારા કેસમાં હાલમાં તો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા ઘણા કહે છે કે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો કેટલાયનું કહેવું છે કે તે વિદેશ ભાગી ગયા છે, પોલીસ તેમની તલાશ કરી રહી છે પણ હજી સુધી તે પોલીસના હાથમાં આવ્યા નથી. હા તેમણે આગોતરા જામીન અરજી કરીને પોલીસને સહકાર આપવાની રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી નકારી કાઢીને સરંડર થવા જણાવ્યું છે.

Related Posts