અમરેલી

અર્હમ યુવા સેવા ગ્રુપ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત એમ્બ્યુલન્સ નું લોકાર્પણ

લાઠી અર્હમ યુવા સેવા ગ્રુપ લાઠી ના રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત લાઠી કવિ કલાપી નગરમાં એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ કરવામાં આવેલ અને તે પણ ફ્રીમાં આ પ્રસંગે ડો.પ્રકાશ કટારીયા (મેડિકલ સુપ્રિટેનડેન્ટ) શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા થી હાજરી આપેલ, અને આરોગ્ય મંદિર હોસ્પિટલમાં દરેક રોગની તેમજ ઓર્થોપેડિક વિભાગ, આંખ કાન ગળા, તેમજ શરીરના કોઈપણ રોગોની સારવાર ફી માં અપાય છે તેમજ ૧૨૬ બેડ ની સગવડતા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ અમરેલી જિલ્લાનું ગૌરવ છે, અહીં દરેક પ્રકારના નિદાન અને સારવાર અધ્યતન મશીનો દ્વારા તપાસ કરવામાં આવે છે. એવી જાણ ડો. પ્રકાશ કટારીયા એ પોતાની વિવેક વિનય પૂર્વક વાણીથી, પ્રાસંગિક પ્રવચન આપી લોકોને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે  દિલેશભાઈ ભાયાણી અનિલભાઈ ભાયાણી મનીષભાઈ કામાણી, કાળુભાઈ વોરા આશિષભાઈ વોરા, તેમજ પ્રતાપભાઈ તુરખીયા, કિશોરભાઈ તથા ભોગીભાઈ માલવાણીયા, હિરેનભાઈ રાણપુરા તેમજ લાઠી ના દરેક વેપારીઓ, ચેતનભાઇ લીંબાણી, રાજુભાઈ ભુવા ધર્મેશભાઈ સોની સુધીરભાઈ રાણપુરા સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ની ઉપસ્થિતિ માં એમ્બ્યુલન્સ લોકાર્પણ કરાય હતી પૂજ્ય સતિ રત્નો એ આશિષ પાઠવ્યા હતા

Follow Me:

Related Posts