અમરેલી

જિલ્લામાં તા.૨૨ માર્ચ સુધી હથિયારબંધી : પરવાનગી વગર સભા સરઘસ માટે પ્રતિબંધ

જિલ્લામાં પવિત્ર રમઝાન માસ અને આગામી તા. ૨૧.૦૩.૨૦૨૬ના રોજ ઈદ પર્વની ઉજવણી થવાની હોઈ કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧)૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છેઆ જાહેરનામું તા.૨૨.૦૩.૨૦૨૬ સુધી અમલી રહેશે.

જાહેરનામા મુજબજિલ્લામાં શસ્ત્રોદંડાતલવારભાલાસોટાબંદૂકચપ્પુ કે ઇજા પહોંચાડવામાં ઉપયોગી હોય તેવી ચીજવસ્તુનીતિનો ભંગ થતો હોય તેવા કે રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવા કે ચાળા પાડવાનકલ કરવીચિત્રોનિશાનીઓ દેખાડવા કે ફેલાવવા નહિ. કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાનીલોકોએ બૂમ પાડવાનીગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. સભા-સરઘસ હથિયારબંધી રહેશે.

જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓનેવરઘોડા કે સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે.

Related Posts