fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાનું વાહન ખીણમાં પડ્યુ, ૫ જવાન શહીદ, ૧૦ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં મંગળવારે સેનાનું એક વાહન ખીણમાં પડતાં પાંચ જવાન શહીદ થયા હતા. આ અકસ્માતમાં ૧૦થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સેના દ્વારા અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન કાબૂ બહાર જવાને કારણે રસ્તો ઉપરથી ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ દુર્ઘટના જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મેંધરના બાલનોઈ વિસ્તારમાં થઈ હતી. આ વિસ્તાર ન્ર્ંઝ્ર પાસે આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાનું વાહન સૈનિકોને ચોકી તરફ લઈ જઈ રહ્યું હતું. દરમિયાન તે કાબુ બહાર જઈને ઊંડી ખાઈમાં પડી ગયુ હતુ. માહિતી મળતાની સાથે જ સેનાની રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

અને ખાઈમાંથી સૈનિકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. પુંછ જિલ્લાના બાલનોઈ વિસ્તારમાં સેનાનું એક વાહન અંદાજે ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાહન અચાનક બેકાબૂ થવાને કારણે આ અકસ્માત થયો હતો. વાહનમાં ઘણા સેનાના જવાન હતા જેઓ પોતાની ચોકી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અકસ્માત સર્જાયો હતો. સેનાએ સત્તાવાર રીતે અત્યાર સુધીમાં ૫ સૈનિકોના જીવ ગુમાવ્યાની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં ૧૦થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમાંથી હજુ પણ ઘણા સૈનિકો છે જેમની હાલત ગંભીર છે. સેનાની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ઘાયલ જવાનોની સંખ્યા હજુ વધી શકે છે. ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી, જેમાં સેનાના એક જવાનનો જીવ ગયો હતો અને અન્ય ઘાયલ થયા હતા. આ અકસ્માત ૪ નવેમ્બરે કાલાકોટના બડોગ ગામ પાસે થયો હતો. જેમાં હીરો બદ્રીલાલ અને કોન્સ્ટેબલ જય પ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts