ઉમરાળા ના ટીમ્બિ આરોગ્યધામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની મુલાકાતે પૂજ્ય ભાઈ શ્રી અને ગાયત્રી ઉપાસક પૂજયશ્રી લાલબાપુ ગધેથડ પધાર્યા
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ગધેથડ ગામ (તા.ઉપલેટા) ની પ્રતિષ્ઠીત સેવાકીય સંસ્થા ગાયત્રી આશ્રમનાં સંત ૫૨મ્ વંદનીય પૂજયશ્રી લાલબાપુ તેમજ અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિ ક૨તા સાંદિપની આશ્રમ પોરબંદર નાં સ્થાપક એવા શ્રી ભાગવતાચાર્ય પૂજયશ્રી ૨મેશભાઈ ઓઝા (ભાઈશ્રી) તા.૨૫.૨.૨૬ નાં રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓશ્રીઓએ હોસ્પિટલમાં ચાલતા તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યને પ્રત્યક્ષ નિહાળી પ્રસન્નતા વ્યકત કરી હતી.
તેઓશ્રીઓને હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રીઓ દ્વારા બ્ર.૫.પૂ. સદ્ગુરુદેવ લિખીત પુસ્તક ‘જીજ્ઞાસુ પિયુષ’ અને શાલ અર્પણ કરીને ભાવભર્યુ સ્વાગત ક૨વામાં આવ્યું હતું.
૫૨મ્ વંદનીયશ્રી લાલબાપુ એ આ સેવાકાર્ય પ્રત્યક્ષ નિહાળી તેઓશ્રી મારફત આ સેવાકાર્યમાં સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૨,૫૧,૦૦૦/- અને તેઓશ્રીનાં બે સેવકો દ્વારા રૂ।.૧,૫૧,૦૦૦/- મળી કુલ ૨કમ રૂા.૪,૦૨,૦૦૦/- અંકે રૂપિયા ચા૨ લાખ બે હજા૨ પુરા નું અનુદાન દર્દીનારાયણની સારવાર અર્થે અર્પણ કરેલ છે. તેમજ શ્રી ભાગવતાચાર્ય પૂજયશ્રી ૨મેશભાઈ ઓઝા (ભાઈશ્રી) દ્વારા તમામ ડોકટ૨શ્રીઓ અને સ્ટાફને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.
















Recent Comments