તા.૧૯ જુલાઈના રોજ આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા સ્વામિનારાયણ ગૌશાળા ,પેથાપુર ખાતે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તથા માનવ જીવનમાં સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ જવા માટે પ્રાકૃતિક કૃષિની ખૂબ જ જરૂરિયાત હાલના સમયમાં છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ તાલીમ અંતર્ગત ખેડૂતો તરફથી પણ સારા પ્રતિભાવ મળ્યા હતા.તથા પ્રાકૃતિક કૃષિમાં જાેડાવા અને અન્યને જાેડવાના આહવાન સાથે આ યજ્ઞ રૂપી કાર્યમાં સહભાગી થવા બદલ દરેક ખેડૂત મિત્રોએ ધન્યતાની લાગણી અનુભવતા, પ્રાકૃતિક કૃષિ કરવા માટે તૈયાર દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર આત્મા સ્ટાફના સંચાલનમાં ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના ૧૫૦ થી પણ વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિની તાલીમનો લાભ લીધો હતો.અને પ્રાકૃતિક રીતે કરતા ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત કરી દેશી ગૌમાતાનું મહત્વ અને ઔષધીઓનું મહત્વ માનવ જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે, એ અંગે સવિશેષ માહિતી પણ મેળવી હતી?
આ તાલીમ અંતર્ગત નાયબ ખેતી નિયામક , સમિતિ આત્મા, કૃષિ ભવનનાશ્રી પી. બી .ખીસ્તરીયા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સહદેવસિંહ ચાવડા, પરમ પૂજ્ય માધવપ્રકાશ સ્વામીજી – પેથાપુર ગૌશાળા, ડોક્ટર વ્રજ કાનાણી સહિત મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ કરવા માંગતા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ચારેય તાલુકાના મળી ૧૫૦ જેટલા ખેડૂત મિત્રોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ મેળવી

Recent Comments