અવ્યકત માંથી વ્યક્ત ને રચવું એક કલા છે કું જલ્પાબેન અમદાવાદી
કલાકાર નું અમરત્વ એની ભાવના છે સાચો કલાકાર તે જ છે અંતર જુવે બાહ્ય ને નહિ બાબરા ના વતની હાલ સુરત સ્થિત લેઉવા પટેલ સમાજ ના સામાન્ય ખેડૂત ભરતભાઈ રવજીભાઈ અમદાવાદી ની પુત્રીરત્ન કું જલ્પા ભરતભાઈ અમદાવાદી એ અભ્યાસ Higher Secondary Education (12th) ખાનગી કંપની બ્લેક વાઈબ્સ આર્ટ (BlackWibes Art) જોડાઈ ૪ વર્ષ ના અનુભવ થી પેપર સ્કેચ રેઝિન આર્ટ મોડર્ન આર્ટ ટેક્સચર આર્ટ વોલ આર્ટ મેજીકલ પોર્ટ્રેટ આર્ટ ઓનલાઇન યુટ્યૂબ દ્વારા આર્ટ શીખવાની શરૂઆત કરી હતી. સતત ૬ મહિનાના અભ્યાસ બાદ પેપર સ્કેચ આર્ટિસ્ટ તરીકે હું તૈયાર થઇ ત્યાર બાદ સતત દરેક આર્ટ નો અભ્યાસ કરતા કરતા અલગ અલગ આર્ટ શીખ્યા ૬ મહિનાના રિસર્ચ અને પ્રયત્ન પછી મેજીકલ પોર્ટ્રેટ આર્ટ થી ગુજરાતમાં સૌ પ્રથમ વાર શરૂઆત કરી છે મેજીકલ પોર્ટ્રેટ આર્ટ દરેક પ્રંસગ હોય ત્યાં દરેક વ્યક્તિ પીંછી દ્વારા કેનવાસ પર બ્રશ ફેરવી શકે છે અને ઑટોમેટિક હીડન આર્ટ હોય છે તે ઉપસી આવે છે મેજીકલ પોર્ટ્રેટ આર્ટ ની હાલ ખુબ જ ડિમાન્ડ છે જે લોકો સગાઇ,લગ્ન,એનિવર્સરી માં એમના જીવનસાથી અથવા મિત્રો ને ગિફ્ટ અથવા સરપ્રાઈઝ આપવા માટે ઓર્ડર આપે છે મેજીકલ પોર્ટ્રેટ આર્ટ એવું આર્ટ છે જેમાં કોઈ પણ કપલ કે કંપની લોગો નો ફોટો હિડન રીતે છુપાયેલો હોય છે તેના પર મિત્રો કે ગેસ્ટ પાસે આપણે બ્રશ દ્વારા કલર કરાવવાથી નીચે રહેલો ફોટો અથવા લોગો ઉપસી આવે છે. આમ કરવાથી લોકો ની અંદર ઉત્સુકતા વધે છે ઉપરાંત પ્રસંગમાં લોકો ને જાણવાની તાલાવેલી જાગે છે. જેથી દરેક લોકો પ્રસંગ માં એક્ટિવ રહી શકે અને પ્રસંગ નો એક ભાગ બની શકે એ પ્રયત્ન હેતુ થી અમે મેજીકલ પોર્ટ્રેટ આર્ટ ની શરૂઆત કરી જલ્પાબેને જણાવ્યું કે સંકલ્પ વિના માનવી ના જીવન ક્યારેય ટેક આવતી નથી એને ટેક પેદા કર્યા વિના જીવન ઉન્નત થતું નથી અવ્યકત માંથી વ્યક્ત ને રચવું એક કલા છે ચિત્રો માં ચેતના સર્જી દેતી સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રી રત્ન ની ધગશ અને લગન સ્વંયમ યુટ્યુબ થી જાતે સ્ટડી કરી એક અદા ની કલાકાર બની આજે તેની આ કલા એ તેને ઉત્તમ ઓળખ સાથે આર્થિક ઉન્નતિ પણ આપી
કોઈપણ સામાજિક પ્રસંગો માં ફ્રેમ કરેલ પ્લેન કેનવાસ લઈ ને આવે પીઢી હલદી રસમ માં મહામનો એ કેનવાસ ઉપર હલદી ની પીંછી ફેરવી તેમાં થી વર વધુ નું પ્રતિબિંબ ઉપસી આવે આવી મેજિકલ કલા ની કમાલ કરી દેતી કું જલ્પા ના ચિત્રો જ નહીં પણ વિચારો પણ ઉંચા છે ચિતરો એ આગે ઔર ભી જહાં હૈ પાંગરતી પ્રતિભા કું જલ્પા જણાવે છે મોટા માં મોટી કળા એટલે જીવન જીવવા ની કળા છે કંઇ પણ શીખતાં રહો દરેક સર્જન કરો તે કલાકૃતિ ઉત્કૃષ્ટ જ હોય તે જરૂરી નથી સૂક્ષ્મ પણે ચિત્ર નું સર્જન થાય એજ મહત્વ નું છે વ્યક્તિ માં ગુણ અવગુણ સદાય તેની કલા માં જ અંકિત થયેલા હોય છે કલા નું ઉત્તમ ધ્યેય અને સર્વોચ્ચ ધ્યેય સૌંદર્ય છે
Recent Comments