fbpx
ગુજરાત

સુરતમાં પૂર્વ વિધાનસભાના MLA અરવિંદ રાણાએ સુવાધાના અભાવને લઈને મેયરને પત્ર લખી વ્યથા ઠાલવી

સુરતમાં પૂર્વ વિધાનસભાના સ્ન્છ અરવિંદ રાણાએ સુવાધાના અભાવને લઈને મેયરને પત્ર લખી વ્યથા ઠાલવી. સુરતમાં વધુ એક ધારાસભ્યના લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના સ્ન્છ અરવિંદ રાણાએ સુવાધાના અભાવને લઈને મેયરને પત્ર લખી વ્યથા ઠાલવી. સ્ન્છ અરવિંદ રાણાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો મોટો અભાવ છે, જેના કારણે લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. ધારાસભ્યએ આ સાથે તેમના પત્રમાં ખાડા પડેલ રોડનો ઉપયોગ કરવા લોકો મજબૂર હોવાનો ઉલ્લેખ કરી શહેરના તમામ રોડ ઇઝ્રઝ્ર કરવાની માંગ કરી છે. સ્ન્છ અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને લખેલ પત્રમાં વ્યથા ઠાલવતાં લખ્યું કે છેલ્લા ૩૪ વર્ષથી સુરતમાં ભાજપનું શાસન હોવા છતાં મોટાપાયે પ્રાથમિક સુવિધાનો અભાવ જાેવા મળ્યો છે.

શહેરીજનો રોડ, પાણી અને ટ્રાફિક જેવી અનેક સામાન્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોર્પોરેશનને અનેક વખત રોડ બનાવવાને લઈને રજૂઆત કરવામાં આવી છે છતાં લોકોની માંગ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. મેયરને લખેલ પત્રમાં ધારાસભ્યએ દાવો કર્યો કે વિકાસની પોકળ વાતો છે, ભાજપનું શાસન છતાં શહેરમાં વિકાસને લઈને કોઈપણ મોટા કામ થયા નથી. વધુમાં તેમણે આ પત્રમાં લખ્યું છે કે શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે લોકો અન્યત્ર હિજરત કરવા મજબૂર થયા. તળ સુરત એ ભાજપનો ગઢ ગણાય છે, છતાં ગઢમાં જ સુવિધાનો અભાવ છે. રોડ અને ટ્રાફિક જેવી સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરાઈ છે. છતાં તંત્ર દ્વારા તેના પર ધ્યાન અપાયુ નથી.

Follow Me:

Related Posts