ગાંધીનગર જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી, ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દહેગામ નરોડા હાઇવે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર રોક લગાવતું જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેનું ઉલ્લંઘન થતું હોવાની માહિતી મળતાજ કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા પોલીસ તંત્ર સહિત તમામ અધિકારીઓને ફોન દ્વારા સંપર્ક કરી, તો કેટલાકની રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક પણે ભારે વાહનોની અવરજવર રોકવા માટેની તજવીજ હાથ ધરી છે. અને તાત્કાલિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી નગરજનોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં બનેલી દુ:ખદ ઘટના બાદ કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા જિલ્લાના નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા, જાેખમ જણાય ત્યાં જરૂરી પગલાં લેવા વહીવટી તંત્રને તાકીદ કરી છે.
આ સાથે કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે, નગરજનોની સુરક્ષા જાેખમાય તેવું કોઈ પણ વલણ ચલાવી લેવામાં આવશે નહીં. સાથે જ તેઓએ નગરજનોને પણ અપીલ કરી હતી કે, વરસાદને કારણે ઘણી જગ્યાઓ અકસ્માત સંભવિત બની છે, ત્યારે કામ વગર આવી જગ્યા ઉપર જવાનું ટાળી સુરક્ષિત રહી વહીવટી તંત્રને સપોર્ટ કરવા પણ તેમણે અનુરોધ કર્યો છે.
સાથેજ સ્ટેટ આર એન્ડ બી, પંચાયત આર એન્ડ બી, જીઈબી વગેરેને ટેલીફોનિક તથા પત્ર વ્યવહાર દ્વારા તાત્કાલિક સંપર્ક કરી કલેક્ટર શ્રી દ્વારા આસપાસના વિસ્તારના રોડ રસ્તા અને બ્રિજની હાલની પરિસ્થિતિ અને તેની ચકાસણી માટે જરૂરી વિગતો મંગાવવામાં આવી છે, આ સાથે જરૂર જણાય ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવા પણ કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં મેઘ મહેર થઈ રહી છે, ત્યારે નગરજનોની સુરક્ષાને ધ્યાને લેતા કલેક્ટરશ્રીની વહીવટી તંત્રને તાકીદ

Recent Comments