ભાવનગર

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ‘નેશનલ સાયન્સ ડે’ ની ઉજવણી અંતર્ગત આજરોજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્ર પર એક્સપર્ટ સેશનનું આયોજન

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે તારીખ 1 થી 28 ફેબ્રુઆરી દરમિયાન નેશનલ સાયન્સ ડે 2025ની ઉજવણી નિમિતે સતત એક મહિના સુધી વિશેષ સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ માટે ઘણી જ રસપ્રદ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોડેલ મેકિંગ કોમ્પિટિશન ઇન સાયન્સ & મેથ ફોર સ્ટુડન્ટ્સ, ઇનોવેટિવ ટીચિંગ મેથડ કોમ્પિટિશન ફોર ટીચર્સ, બેસિક સાયન્સ એક્સપેરિમેન્ટ, પોપ્યુલર સાયન્સ ટોક, સાયન્સ & ટેકનોલોજી આધારિત ક્વિઝ, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ, રોબોટિક્સ કીટ & DIY કીટસનું ડેમોન્સ્ટ્રેશન, વોટર રોકેટરી, ઓરીગામી, સ્કાય ગેઝિંગ, બેઝીક સાયન્સ એક્સપેરિમેન્ટ્સ તથા જુદી જુદી હેન્ડસ ઓન પ્રવૃતિઓ સમાવિષ્ટ છે. તદુપરાંત વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમો પણ યોજાયા. જેમાં ભાવનગર, આણંદ, સાબરકાંઠા, ગિરસોમનાથ, અમરેલી, જુનાગઢ જિલ્લા ના જુદી જુદી શાળા માંથી અંદાજે ૩૦૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો.


આરએસસી ભાવનગર ખાતે આજરોજ ‘The Role of Artificial Intelligence (AI) for Empowering Indian Youth for Viksit Bharat’ વિષય પર પ્રોફેસર ચિન્મય વ્યાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર દ્વારા સેશન લેવામાં આવ્યો હતો જેમાં તેમણે AI ના યુગમાં વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય, ટેકનોલોજી ભર્યા આ યુગમાં પોતાની કારકિર્દી કેવી રીતે મજબૂત બનાવવી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સારા – નરસા પાસ સમજાવી તેનો જુદા જુદા ક્ષેત્રે ઉપયોગ સમજાવ્યો.


૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આરએસસી ભાવનગર ખાતે નેશનલ સાયન્સ ડે ની ભવ્ય ઉજવણીનું આયોજન કરેલ છે. જેમાં મોડેલ મેકિંગ કોમ્પિટિશન અંતર્ગત સ્ટુડન્ટ્સ તથા ટીચર્સ દ્વારા ૧૦૦ જેટલા મોડેલ પ્રદર્શિત કરવામાં આવશે. અને વિજેતાને ઇનામો આપવામાં આવશે. આરએસસી ભાવનગર ખાતેનું આ ગણિત & વિજ્ઞાન પ્રદર્શન વિજ્ઞાન રસિકો માટે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ખુલ્લુ મૂકવામાં આવશે. તથા આ દિવસે મુલાકાતીઓ માટે વિજ્ઞાનને લગતી જુદી જુદી પ્રવૃતિનું આયોજન કરેલ છે.

Follow Me:

Related Posts