રક્ષાબંધન નજીક આવી રહીછે ત્યારે સાવરકુંડલા ની નાવલી નદી બજારમાં અંબિકા સીઝનેબલ ના વેપારી સંજયભાઈ ટાંક દ્વારા આ વખતે અનેક પ્રકારની રાખડીઓ વેચવા લાવ્યા છે જેમાં ચાંદી, જર્મન, સિલ્વર, ભાઈ ભાભીની રાખડી, કપલ રાખડી, તથા બાળકો માટે મ્યુઝિકવાળી રાખડી, લાઈટ વાળી રાખડી, છોટા ભીમ, બાળ હનુમાન, લિટલ સિંઘમ, જગન્નાથ, શ્રીકૃષ્ણ, તેમજ રુદ્રાક્ષ, સ્વસ્તિક, ઓમ, મોરપીંછ સહિતની અનેક ક્લાત્મક પ્રકારની વેરાઈટીઓ જોવા મળેછે.
સાવરકુંડલામાં રાખડી બજારના ભાવની વાત કરીએ તો 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની રાખડી અહીં મળેછે વેપારી સંજયભાઈ ટાંક અંબિકા સીઝનેબલ ના જણાવાયા અનુસાર બજારમાં રાખડી બજારમાં જોઈએ તેટલી ઘરાકી નથી પરંતુ આગામી સમયમાં જેમ જેમ રક્ષાબંધન નો તહેવારો નજીક આવશે તેમ તેમ ઘરાકી જોવા મળશે તેવી સોનેરી આશા જોવા મળી રહી છે.
રક્ષાબંધન નજીક આવી રહીછે ત્યારે સાવરકુંડલા ની બજારોમાં રાખડીઓની ચમક દેખાઈ રહીછે.


















Recent Comments