સોમવારે સાંજે સરકારે નવા કેન્દ્રીય ચૂંટણી કમિશનર(ઝ્રઈઝ્ર)ની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો છે કે, આ આપણા બંધારણની ભાવનાની વિરુદ્ધ છે અને સુપ્રીમ કોર્ટે અનેક કેસોમાં જે વાતનો પુનરોચ્ચાર કર્યો છે – ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા માટે, ઝ્રઈઝ્ર એ નિષ્પક્ષ હિસ્સેદાર હોવું જાેઈએ.
સુધારેલા કાયદાએ ઝ્રત્નૈં ને ઝ્રઈઝ્ર પસંદગી પેનલમાંથી દૂર કર્યા, અને સરકારે કેન્દ્રીય ચૂંટણી કમિશનરની પસંદગી કરતા પહેલા ૧૯ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટની સુનાવણી સુધી રાહ જાેવી જાેઈતી હતી. ઉતાવળમાં બેઠક યોજીને નવા ચૂંટણી પંચની નિમણૂક કરવાનો તેમનો ર્નિણય દર્શાવે છે કે તેઓ સુપ્રીમ કોર્ટની ચકાસણીને અવગણીને સ્પષ્ટ આદેશ આવે તે પહેલાં નિમણૂક કરાવવા માંગે છે.
આવા ઘૃણાસ્પદ વર્તનથી ઘણા લોકોએ વ્યક્ત કરેલી શંકાઓને પુષ્ટિ મળે છે કે શાસક શાસન ચૂંટણી પ્રક્રિયાને કેવી રીતે ઉથલાવી રહ્યું છે અને પોતાના ફાયદા માટે નિયમોને તોડી રહ્યું છે. નકલી મતદાર યાદીઓ હોય, ભાજપ તરફી ઘટનાઓ હોય, કે પછી ઈફસ્ હેકિંગ અંગેની ચિંતાઓ હોય – આવી ઘટનાઓને કારણે સરકાર અને તેના દ્વારા નિયુક્ત ઝ્રઈઝ્ર ઊંડાણપૂર્વક તપાસ હેઠળ આવ્યા છે. વિપક્ષના નેતાએ યોગ્ય રીતે કહ્યું તેમ, આ ર્નિણય સુપ્રીમ કોર્ટ બંધારણ અનુસાર આ મુદ્દા પર ર્નિણય ન લે ત્યાં સુધી મુલતવી રાખવો જાેઈતો હતો.
Recent Comments