દિવાળીના પગરણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ત્યારે સ્થાનિક વેપાર જગતના પ્રતિભાવો દર્શાવતા વેપારીજનો
વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા શહેરના અગ્રણી વેપારીઓની અપીલ
આજે જ્યારે સમગ્ર વિશ્ર્વ એક ડીજીટલ યુગમાં પરિવર્તિત થઈ રહ્યું છે. ઓનલાઈન વેપારજગત પણ ઘણું કાઠું કાઢતું જોવા મળે છે ત્યારે સ્થાનિક વેપારીઓ ગ્રાહકોને વોકલ ફોર લોકલ ખરીદી કરવા અપીલ કરતાં જણાવે છે કે સ્થાનિક વેપારી પાસે ખરીદી કરતાં ગ્રાહકોને ફીઝીકલ ચીજવસ્તુઓ તપાસી પસંદ કરવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. વળી સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરતાં ગ્રાહક અને વેપારી સાથે આત્મીય અને સુમેળભર્યા સંબંધોનો સેતુ પણ રચાય છે. ગ્રાહકને ખરીદેલી વસ્તુઓ પસંદ ન પડે તો સહેલાઈથી પરત કરી શકે છે. વળી મેઈન્ટેનન્સ જેવી સેવા પણ સરળતાથી ઉપલબ્ધ થાય છે. ખાસ નોંધનીય બાબત તો ગામના રૂપિયા ગામમાં રહેતાં ગામ કે શહેરનું અર્થતંત્ર વધુ મજબૂત અને સુદ્રઢ બને છે. અને ગામના વિકાસ માટે ગામનું અર્થતંત્ર મજબૂત હોય તો વધુ સાનુકૂળ રહે છે. આ સંદર્ભે સાવરકુંડલા વેપારી અગ્રણીઓ મધુરમ સિલેકશન ઓનર કમલ શેલાર, સોનિક જ્વેલર્સના રોમીલ હિંગુ, મંગલદીપ ટેઇલરના જયેશભાઈ ગોહિલ, બાપા સીતારામ મોબાઇલ શોપના માલિક હિતેશભાઈ સરૈયા સમેત વેપારી અગ્રણીઓએ વ્હાલા ગ્રાહકજનોને સ્થાનિક લેવલે ખરીદી કરવા જાહેર અપીલ કરી હતી
Recent Comments