અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા હવે ટાઉન પ્લાનિંગ સ્કીમ સંદર્ભે નવા કલેવર ધારણ કરવામાં છે ત્યારે એક ગુજરાતી અખબારમાં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી જાહેરાત  શહેરના બુધ્ધિજીવોમાં ચર્ચાનું કેન્દ્ર

સાવરકુંડલા નગરપાલિકા હવે ટાઉન પ્લાનિંગ સ્કીમ સંદર્ભે નવા કલેવર ધારણ કરવાની પ્રક્રિયામાં છે. આજરોજ એક ગુજરાતી અખબારમાં એ સંદર્ભે સંપૂર્ણ અંગ્રેજી ભાષામાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના નામે એક જાહેરાત પ્રસિધ્ધ થઈ ત્યારે સાવરકુંડલાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા જો આવી જાહેરાતો ગુજરાતી માધ્યમના અખબારોમાં અંગ્રેજી ભાષામાં આવે તો અંગ્રેજી નહીં જાણનાર અનેક લોકો અને ફર્મને આ સંદર્ભે જાણ કેવી રીતે થઈ શકે? એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થતાં

આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને એક ફોન દ્વારા આ અંગે જણાવતાં તેણે પોતે સ્વીકાર્યું કે સદરહુ જાહેરાતનો અક્ષરશઃ મુસદ્દો ગુજરાતી ભાષા ભાષાંતર કરીને અખબારમાં પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.. વાત જાણે એમ છે કે જ્યારે પ્રાદેશિક ભાષામાં વ્યવહાર કરવો જરૂરી હોય ત્યાં અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો પણ પ્રયોગ કરવો જોઈએ.. આમ આપણે ગુજરાતી હોવાનો જશ પણ લઈ શકીએ.

આજના અખબારમાં પ્રસિદ્ધ થયેલ એ જાહેરાત આપ વાંચકો સમક્ષ જૈસે થે તે સ્થિતિમાં રજૂ કરી છે. શાણા લોકો સાનમાં સમજે….હવે આમ ગણીએ તો ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ જ્યારે સાવરકુંડલા શહેરનો વિકાસ કરવાનું નક્કી જ હોય તો શહેરનો સમતોલ વિકાસ થાય એ પણ ખૂબ આવશ્યક છે.દાખલા તરીકે હાથસણી રોડ પર આવેલ સરકારી ત્રણ માળિયા નામે જાણીતી મકાનો હાલ બંધ હાલતમાં છે જેનું વહેલી તકે રીનોવેશન અથવા નવીનીકરણ કરવામાં આવે. અહીં ઘણી સરકારી ફાજલ જમીનનો ઉપયોગ પણ લોકહિત માટે થાય. તેમજ હાથસણી રોડને નગરપાલિકા હસ્તક લઇ તેને શહેરીકરણના વિકાસ સંદર્ભે ફૂટપાથ સાથે પહોળો કરવામાં આવે,તો શહેરની મધ્યમાં આવેલા દરબાર ગઢનું રીનોવેશન અને નવીનીકરણ કરવામાં આવે.. મહુવા રોડ પર આવેલા ગિરધરવાવનો વિકાસ થાય એને ટુરીઝમ ડેવલપમેન્ટ તરીકે યોગ્ય રીતે વિકસાવવામાં આવે એવુ પણ લોકો ઇચ્છી રહ્યા છે. શહેરમાં વિવિધ સ્થળોએ પિક અપ સ્ટેન્ડ બને. અને મહુવા રોડ પર મામલતદાર કચેરી સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે. સાવરકુંડલા શહેરને અમરેલી નેસડી અને મહુવા રોડ સાથે બાયપાસ રીંગ રોડ પણ બનાવવાનું જરૂરી વિભાગો સાથે સંકલન કરીને યુધ્ધના ધોરણે આયોજન કરવામાં આવે જવા અનેક મુદ્દાઓ પ્રત્યે સવિસ્તર ગહન ચિંતન કરી યોગ્ય અમલીકરણ થાય. સાવરકુંડલા શહેરમાં હાઈજેનિક સુવિધાસભર શાક માર્કેટનું નિર્માણ થાય. સાવરકુંડલા નગરપાલિકા હસ્તકની લાયબ્રેરી ડીઝીટલ થાય અને તેના બિલ્ડિંગનું વિસ્તરણ બે માળ સાથે કરવામાં આવે તો સાવરકુંડલાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વાંચન માટે પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ થયા આ લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે ચોવીસે કલાક ખુલ્લી રહે એ પણ શહેરના બુધ્ધિધનના શ્રેષ્ઠ શૈક્ષણિક વિકાસ માટે જરૂરી છે 

સાવરકુંડલા શહેરના ખરા અર્થમાં જે બુધ્ધિજીવો છે એમની સાથે પણ સાવરકુંડલાના સમતોલ વિકાસ માટે જરૂરી સૂચનો સાથે ચર્ચા વિચારણા થાય.

Related Posts