ગુજરાત

આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાત ઓળખીને તેમાં સુધારો કરાશે

ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથેસાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ય્ૈંડ્ઢમ્ની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-ય્ૈંડ્ઢમ્ની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે જેમનું મૂલ્ય રૂ. ૫૦૦ કરોડથી વધુ હોય, તેમને લગતા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ મિકેનિઝમ હેઠળ સમીક્ષા કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત રાજ્ય સરકારની નોડલ ઓફિસ તરીકે ય્ૈંડ્ઢમ્ આ તમામ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે.
આ બેઠકમાં મંત્રી શ્રી રાજપૂતે ય્ૈંડ્ઢમ્ના ઉચ્ચ અધિકારીઓને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ કુલ ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરવા અને ેંહૈકૈીઙ્ઘ ન્ર્ખ્તૈજંૈષ્ઠજ ૈંહંીકિટ્ઠષ્ઠી ઁઙ્મટ્ઠંકર્દ્બિ-ેંન્ૈંઁ ડેટાબેઝ બનાવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, મંત્રીશ્રીએ અધિકારીઓને ન્ર્ખ્તૈજંૈષ્ઠજ ઈટ્ઠજી છષ્ઠિર્જજ ડ્ઢૈકકીિીહં જીંટ્ઠંીજ-ન્ઈછડ્ઢજી સર્વેમાં આગળ રહેવાના પ્રયાસો ચાલુ રાખવા પણ જણાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારતજ્ર૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ કદમથી કદમ મિલાવીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત’ના વિઝનને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર હસ્તક ય્ૈંડ્ઢમ્ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ કોસ્ટ ઘટાડવા, માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ અસરકારક રીતે કરી રહી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં ય્ૈંડ્ઢમ્ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી પી. સ્વરૂપે પીએમ ગતિશક્તિ ગુજરાત, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટેની પહેલનું આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પ્રોજેક્ટ મોનિટરિંગ એક્ટિવિટીઝ અને જીૈંઇના વિકાસની સ્થિતિ સહિતની વિગતો વિશે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

Related Posts