ભાવનગર

શિહોર ખાતે સી.સી.રોડનું કામ ચાલુ હોવાથી ઢસા તરફથી ભાવનગર તરફ આવતા તમામપ્રકારના વાહનોને ડાયવર્ઝન અપાયું

માહિતી બ્યુરો, ભાવનગર
શિહોર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-સિહોર-ઢસા રોડ પર સી. સી. રોડનું કામ ચાલુ હોવાથી
ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ શિહોર શહેર ખાતે
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-શિહોર-ઢસા રોડ પર સી. સી. રોડ (લંબાઈ ૫૦૦ મીટર) ના કામે
તા.૨૬/૫/૨૦૨૫ થી તા. ૨૪/૦૬/૨૦૨૫ સુધી ઢસા તરફથી ભાવનગર તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે
શિહોર શહેર ખાતે રસ્તો બંધ કરવા તેમજ નીચે મુજબના ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા ફરમાવ્યું છે.
જેમાં ઢસા તરફથી ભાવનગર જતાં તમામ વાહનો માટે શિહોર સિટીમાં ટાણા ચોકડીની સામેથી અંદર જઈ
નગરપાલિકા કચેરીની પાછળ થઈ શિહોર પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઇવે પર નીકળવાનું રહેશે. ભાવનગર
તરફથી ઢસા તરફ જતાં તમામ વાહનોને નેશનલ હાઇવે પરથી જ પસાર થવાનું રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ
પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.

Related Posts