fbpx
ગુજરાત

ગીર સોમનાથમાં દારૂના નાશ વખતે જ એ.એસ.આઈ દારૂ ચોરતા પકડાયો

બે કોથળા અને બે બેગ ભરી દારૂ ર્ઁંન્ૈંઝ્રઈ પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દીધો હતો પોલીસનું કામ દારૂ પકડવાનું છે પણ ગીર સોમનાથમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મી નાશ કરવા માટેનો દારૂ ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. આ ઘટના ગીર-સોમનાથ જિલ્લામાં બની હતી. જ્યાં ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થોનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફત ઉના લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા છજીૈં મનુ કરશનભાઈ વાજાએ દારૂના આ જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂ ર્ઁંન્ૈંઝ્રઈ પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દીધો હતો. જાેકે આ પકડાયેલો દારૂ ચોરી કરતો પોલીસકર્મી પકડાઈ ગયો હતો,

જેથી ઁૈં મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો લઈ કહ્યું હતું કે હમણાં ધોકો લઈશ ને સડેલા, તારા લીધે અમારી ઈમેજ ડાઉન કરવાની?’જે અંગેની જાણ જાગ્રત નાગરિકો દ્વારા ઉના ડ્ઢઅ.જીઁને કરાતાં છજીૈં મનુ વાજાએ ઉનામાં ઉના શુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે દારૂનો નાશ કરાતો હતો ત્યાંથી દોટ મૂકી પોતાની ખાનગી કાર લઇ નાસી જવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે જાગ્રત નાગરિકોએ કારના દરવાજાઓ ખોલાવતાં બે કોથળા અને બે બેગ જેટલો વિદેશી દારૂનો જથ્થો આ ખાનગી કારમાંથી મળ્યો હતો અને દારૂનો બીજાે જથ્થો આસપાસની ઝાડી-ઝાંખરાઓમાં ફેંકી દેવાયેલો હતો. આ દારૂના જથ્થા અંગે છજીૈં મનુ વાજાને સ્થાનિકો દ્વારા પૂછવામાં આવતાં આ દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ રટ્યું હતું. આ છજીૈં મનુ વાજાની કારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં જિલ્લા પોલીસવડાએ આ ગીર ગઢડા પોલીસ મથકના છજીૈં મનુ વાજા વિરુદ્ધ જાણવાજાેગ ફરિયાદ દાખલ કરી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના ઁૈં મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો પણ લીધો હતો.ઉના ઁૈં અને ગીર ગઢડા છજીૈંનો વાર્તાલાપ ઉના ઁૈં એમ.એન.રાણાઃ તું શું પોઇન્ટ મારશ. છજીૈં મનુ વાજાઃ હું સાહેબ અહીં હતો. ઉના ઁૈં એમ.એન.રાણાઃ હવે ત્યાંની તું ક્યાં ***, હમણાં ધોકો લઈશ, ક્યારનો મંડાણો છે. તારા હિસાબે અમારે અમારી ઈમેજ ડાઉન કરવાની, સડેલા છજીૈં મનુ વાજાઃ એમ નહીં, સાહેબ હું તો અહીં હતો, સાહેબે કીધું, મૂકતાં આવો સેમ્પલ. ઉના ઁૈં એમ.એન.રાણાઃ શું સાહેબે કીધું પૂરી જ દેવાનો છે.

Follow Me:

Related Posts