રાજકોટ ના આંગણે યોજાશે એશિયાની સૌથી મોટો ભારત નો સૌપ્રથમ ભારતીય ગૌ વંશ નો ગૌ સંવર્ધન પ્રદર્શન તારીખ 20 21 22 ફેબ્રુઆરી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિત આયોજન હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી ભારત દેશ અને ગૌવંશ એક બીજાના પર્યાય છે તાજેતર મા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર ગાયની ભેટ દ્રારા દુધ ઉત્પાદનક્ષેત્રે બ્રાઝીલના અર્થતંત્રમા આવેલા અમૂલ્ય પરિવર્તનની વાત આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહેલી વાત દેશમાં ઉદ્યોગ,હસ્તકલા,ગૌ આધારિત વસ્તુઓની પ્રદર્શની તો યોજાય જ છે.. પરંતુ બ્રાઝીલ દેશમાં સતત 99 વર્ષથી યોજાતી ગૌ વંશ સંવર્ધન પ્રદર્શનીમાંથી પ્રેરણા લઇ ભારતમાં સૌપ્રથમ રાજકોટના આંગણે આવુ અનોખુ પ્રદર્શન યોજવાનુ બીડુ કેટલાક નવયુવાન ઉદ્યોગપતિઓએ ઝડપ્યુ છે…
આ સમગ્ર કાર્યક્રમ નો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આપણી ગીર ગાય , કાંકરેજ ગાય આપણી દેશી વંશની ગાયો વાછરડીઓ, નંદીઓ નુ સંવર્ધન દેશ અને દુનિયામા કેવી રીતે થાય છે.. એની પ્રત્યક્ષ માહીતી ખેડૂત એનુ પશુપાલકો ને પ્રેરણા મળે અને ગૌ આધારીત ખેતી થી આખા દેશનુ અર્થતંત્ર ને વેગ મળે લોકોને સ્વ રોજગારી અને સાત્વીક આહાર પ્રાપ્ત થાય એવા ક્રાંતિકારી વિચાર સાથે વિશાળ ફલક ઉપર આ ગૌ પ્રદર્શનનુ આયોજન થવાનુ છે.
જેમા દેશ અને વિદેશ દુનિયામાંથી લાખો પશુપાલકો અને ખેડૂત ભાગ લેવાના છે…
આગામી ૨૦, ૨૧, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એશિયાનો સૌથી મોટો અને ભારત દેશનો પ્રથમ વખત ભવ્યાતિભવ્ય ઇન્ડિયન કેટલ શો ૨૦૨૬ નું આયોજન થવા જઈ રહ્યું છે.
આ સમગ્ર આયોજન આઇ એફ આઈ ઝેડ સી આઇ ની ટીમ ના સંકલન થી આઇ સી એસ ગુજરાત ટીમ ના સભ્યો આયોજન કરી રહ્યા છે.
જેમાં આપણા ભારતના રાષ્ટ્રિય ધરોહર સમાન ગીર અને કાંકરેજ નસલ જાતિ ના ગૌ વંશનું પ્રદર્શન અને હરીફાઈ નું આયોજન થવાનું છે. જેમાં ગુજરાતમાંથી 8000 થી વધારે ગૌવંશનું રજીસ્ટ્રેશન થયેલું છે. જેમાંથી ૧૦૦ ગીર અને ૧૦૦ કાંકરેજ ની પસંદગી કરાઈ છે. જેનું પ્રદર્શન અને હરીફાઈ થશે એમાથી વિજેતા ગૌવંશ ને શ્રેષ્ઠ ને ઉત્તમ ઇનામો ની જાહેરાત થશે…
જેમા ચેમ્પિયન ઓફ ધ શો 2026 ગીર અને કાંકરેજ શ્રેષ્ઠ જાહેરાત થશે અને ઇનામ રાશી નુ વિતરણ કરાશે જેમા કુલ રકમ ૫૦ લાખ થી વધારે છે. જે ખેડૂતો અને પશુપાલકો માટે ખુબ ગૌરવની વાત છે…
સાથે આ આયોજન મા ખાસ યુવાનો આ કાર્યક્રમ મા જોડાય એ માટે સાંસ્કૃતિક કાયઁક્રમ 21 ફેબ્રુઆરી ના સાંજે 7:30 વાગે વિશ્ર્વ પ્રસિદ્ધ શબદ ફેમસ લોકગાયક હાર્દીક દવે નો સૂફી સંગીત સંધ્યા નુ આયોજન કરેલ છે.. જેમા આપણા ભાતીગળ સંસ્કૃતિ ના લોકગીતો, જુના ભજનો નો માર્મિક સંવાદ સાથે પોતાની આગવી શૈલી મા સૂરો રેલાવશે..
આ શો નુ ખાસ આકર્ષણ વિન્ટેજ કાર નુ પ્રદર્શન હશે…જુના જમાના ની ગાડીઓ એન્ટીક વિન્ટેજ ગાડી નુ ભવ્યાતિત પ્રદર્શન પણ યોજાશે… જે મુલાકાતીઓ નુ ખાસ આકર્ષણ બનશે
સાથે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન ગૌ આધારિત એકમોને પ્રોત્સાહન આપવા આપણા ભારતના યુગ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સૂત્ર *હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી* ને ધ્યાને રાખી પશુ પાલકો ને પ્રોત્સાહન આપવા ગૌ–EXPO નું સહઆયોજન પણ થયું છે જેમા સ્વદેશી વસ્તુ ગૌ આધારીત એકમો ના સ્ટોલ હશે..
પ્રાકૃતીક ખેતી તેમજ ઓર્ગેનીક વસ્તુઓ નુ વેચાણ પણ રાખવામા આવ્યુ છે
આપણા પરીવાર સાથે ગૌસંસ્કૃતી ને માણવા માટે નુ શ્રેષ્ઠ આયોજન થઈ રહ્યુ છે..
આ સમગ્ર કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને *મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી* ના વરદ હસ્તે ગૌ પૂજન તેમજ ગૌ પ્રદર્શન નું ઉદ્ઘાટન થશે સાથે ગુજરાત રાજ્યમંત્રીઓ તેમજ સાધુ–સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.આ ત્રણ દિવસ દરમિયાન ભારતભર માંથી અનેક સંવર્ધકો, પશુપાલકો અને વૈજ્ઞાનિકો, વેટરનરી ડોક્ટરો હાજર રહેવાના છે.મુખ્ય અતિથી શ્રી શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ ગુજરાત વિધાનસભા) શ્રી હર્ષભાઈ સંઘવી (માનનીય નાયબ મુખ્યમંત્રી,ગૃહમંત્રી ગુજરાત) શ્રી પરષોતમભાઈ રૂપાલા(સાંસદ શ્રી રાજકોટ) શ્રી જીતુભાઈ વાઘાણી (કૃષિ,પશુપાલન મંત્રી ગુજરાત) શ્રીમતી નયનાબેન પેઢડીયા (પ્રથમ નાગરિક મેયરશ્રી ,રાજકોટ)શ્રી ગોવિંદભાઈ ધોળકીયા (સાંસદ શ્રી,રાજ્યસભા-સુરત) શ્રીમતી ભાનુબેન બાબરીયા (ધારાસભ્ય શ્રી,રાજકોટ) શ્રી ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય શ્રી,રાજકોટ) શ્રી રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય શ્રી,રાજકોટ) શ્રીમતી દર્શિતાબેન શાહ (ધારાસભ્ય શ્રી,રાજકોટ) સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે ત્રિદિવસીય કાર્યક્રમ ની તડામાર તૈયારી ઓને આખરી ઓપ આપતા અનેક અગ્રણી અને સ્વંયમ સેવકો


















Recent Comments