પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. નિઝર તાલુકાના આમરવા ગામે યુવક દ્વારા છોકરીનો ફોન નંબર માંગતા પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. નિઝર પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એક યુવકને છોકરીનો ફોન નંબર માંગવાનું ભારે પડી ગયું હતું. અને નંબરના બદલે યુવકને મળ્યું મોત આ ઘટના છે. નિઝર તાલુકાના આમરવા ગામની જ્યાં આદિવાસી સમાજ દ્વારા દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યાં વેલદા ગામનો યુવક અનિલ પાડવી ફરવા માટે ગયો હતો ત્યાં મેળામાં ફરવા આવેલ છોકરી ઓના ફોન નંબર માગતો હતો. મેળામાં હાજર છોકરીના પરિવારના સભ્યો જાેઈ જતા આવેશમાં આવી જઈને અનિલ પાડવીને છાતી ભાગે મુઠ માર મારતા એનું ઘટના સ્થળ પર મોત થયુ હતું. નિઝર પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓ સુનિલ પાડવી અનિલ પાડવી વિલાસ વસાવા ની અટક કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આમરવા ગામે દીવાળી મેળામાં ફરવા આવેલ યુવક અનિલ પાડવી દ્વારા છોકરી ફોન નબર માંગતા પરીવારના સભ્ય સુનીલ પાડવી.અનિલ પાડવી અને વિલાસ વસાવા દ્વારા યુવક ને મુઠ માર મારતા યુવકનું ઘટના સ્થળે મોત થયુ હતું. જેના કારણે આજે છોકરીના પરિવારના ૩ જેટલાં સભ્ય જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. હાલ નિઝર પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપી ઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.




















Recent Comments