ખેતીવાડી ખાતાની સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા માટે તા.૦૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવશે.
સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય યોજના હેઠળ સોલાર પાવર યુનિટ- કીટ માટે ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ સાધન ખરીદીનું બીલની વિગતો, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, જમીનના ખાતા નંબર, જાતિ, સ્ત્રી- પુરુષ, વગેરે જેવી વિગતો સાચી અને સચોટ નાખવાની રહેશે. અધૂરી કે ખોટી વિગતો વાળી અરજી માન્ય રહેશે નહિ.
ખેતીવાડીની યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે. વધુ જાણકારી માટે સંબંધિત તાલુકાના અથવા ગામના વિસ્તરણ અધિકારીશ્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments