અમરેલી દેવભૂમિ દેવળીયા ખાતે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન નીચે મિશન સ્માઈલ નામનો પ્રોગ્રામ દેવભૂમિ દેવળીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો જેમાં ધોરણ બાલવાટિકા થી લઈ પાંચમા ધોરણ સુધી ના તમામ બાળકોને વિડિયો ફિલ્મ દ્વારા ગુડ ટચ અને બેડ ડચ વિશે સમજાવવામાં આવ્યું ત્યાર બાદ બાળકોને તેમના વિશે વ્યક્તિગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આ કાર્યક્રમ માં પ્રતિષ્ઠિત આગેવાન સરપંચપતિ શ્રી નાથાલાલભાઈ સુખડિયા શાળા પરિવાર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આવેલ સ્ટાફ હાજર રહેલ હતા અને બાળકોને મિશન સ્માઈલ વિશે સમજાવેલ હતું અને બાળકોને ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1098 વિશે માહિતગાર કરેલ હતા આતકે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પધારેલ બહેનો નો આભાર વ્યક્ત શાળાના આચાર્યશ્રી રાજ્યગુરુ અમરીશભાઈ દ્વારા કરવામાં આવેલ હતો આ અખબાર યાદી ગામના આગેવાન નાથાલાલભાઈ સુખડિયા ની યાદી જણાવે છે
દેવભૂમિ દેવળીયા ખાતે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુડ ટચ અને બેડ ડચ વિષયે વીડિયો ફિલ્મ દ્વારા માર્ગદર્શન અપાયું


















Recent Comments