ગુજરાત

રાજકોટમાંદેવાયતખવડના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર આવી જતાં એકતરફનો ભાગ તૂટી પડયો

રાજકોટશહેરમાં આવેલા રેસકોર્સ મેદાનમાં દેવાયતખવડનો ડાયરો યોજાયો હતો, જેમાં ખુબજ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓડાયરામાં ઉમટીપડ્યાં હતા. રાત્રે યોજાયેલડાયરા દરમિયાન દેવાયતખવડેશિવતાંડવ ગાવાની શરૂઆત કરી કે, ઘણા બધા લોકો પૈસા ઉડાડવા સ્ટેજ પર ધસી ગયા હતા. જેના કારણે ચાલુ ડાયરે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇનેઇજા થઇ નહોતી.

દેવાયતખવડેશિવતાંડવની શરૂઆત કરી કે, તરત જ લોકોમાં ઉત્સાહ જાેવા મળ્યો. લોકો પૈસા ઉડાડવા માટે સ્ટેજ તરફ ધસી આવ્યા હતા. જેના કારણે સ્ટેજ પર કેપેસિટી કરતા વધારે લોકો ચડી ગયા. આ કારણે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો. સ્ટેજ તૂટતાં જ દેવાયતખવડેશહેરીજનોને ટોણો મારતા કહ્યું કે, આ રંગીલું રાજકોટ છે, સ્ટેજ ભાંગી પણ નાંખે. ચાલુ ડાયરામાં જ તેમણે લોકોને નીચે ઉતરવાની અપીલ પણ કરી હતી.

Related Posts