જસદણ એટ ઘીસ ટાઇમ વિંછીયા બ્રાન્ચનું ઓપનિંગ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે થયું શુભારંભ
આજરોજ વિંછીયા ખાતે એટ ધીસ ટાઈમ મીડિયા લિમીટેડની બ્રાન્ચનું ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ઇનોગ્રેશન થયું
એટ ધીસ ટાઇમ મીડિયા જે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે ૧૫ ઓગસ્ટ ૨૦૦૮ માં શરૂ થયેલ અને મીડિયાના વિવિધ ક્ષેત્રે તે હાલમાં કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ મીડિયા અલગ અલગ દસ વિભાગોમાં કામ કરી રહ્યું છે. જેમાં મુખ્ય છે સમાચાર એપ, બુક વિભાગ, મેગેઝીન વિભાગ, વાઇરલ અને ઇવેન્ટ, બ્રાંડિંગ, મેગેઝિન, આઉટડોર પબ્લિસિટી, વગેરે નાના મોટા ઘણા અલગ અલગ વિભાગો માટે કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ એક એવું
મિડીયા પ્લેટફોર્મ છે જે ગ્રામ્ય ક્ષેત્રે પોતાનું મહત્તમ પ્રદાન આપે છે. આજે જસદણ, બોટાદ, મહુવા,ગોંડલ અને ગાંધીનગર, વગેરે જેવા તાલુકાઓમાં એટ ધીસ ટાઇમની હાજરી છે. એટ ધીસ ટાઇમ મીડિયાનો સંકલ્પ છે કે તેઓ ભવિષ્યમાં ગુજરાતભર અલગ અલગ તાલુકા મથકમાં પોતાની બ્રાન્ચ ઓફિસ શરૂ કરીને લોકોને સમાચાર દ્વારા સેવાઓ પૂરી પાડશે. કહેવાય છે કે હિમાલય પર પહોંચનાર માણસે પણ એક વખત તો પ્રથમ ડગ માંડયું જ હશે એ મુજબ આ ૨૫૦ ઓફિસોમાંની એક નવી બ્રાન્ચ ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે તા. ૬ નવેમ્બર ૨૦૨૫ ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ઓપનિંગ થયું હતું આ પ્રસંગે શુભેચ્છા પાઠવવા બહોળી સંખ્યામા વિવિધ સંસ્થાઓના રાજકીય આગેવાનો, પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકર્તાઓ, વેપારી મિત્રો, અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments