fbpx
ગુજરાત

ઓખા જેટી ખાતે અચાનક ક્રેન તૂટતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ, શ્રમિકોના ક્રેન નીચે દબાઈ જતા ૩ શ્રમિકોના મોત નિપજ્યા

ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં ૩ શ્રમિકોના મોત થયા. ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં ૩ શ્રમિકોના મોત થયા. ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમ્યાન આ ગોઝારી દુર્ઘટના બનવા પામી. જેટી બનાવવાની કામગીરી દરમ્યાન અચાનક ક્રેન તૂટી પડતા ત્યાં કામ કરનાર શ્રમિકો નીચે પાણીમાં પટકાયા. તો કેટલાક શ્રમિકોના ક્રેન નીચે દબાઈ જતા મોત નિપજ્યા. ઘટનાની માહિતી મળતાં જ કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગની સાથે ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ. મળેલ માહિતી મુજબ ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેટી બનાવવા માટે અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દરમ્યાન આ કામગીરીમાં અચાનક ક્રેન તૂટી પડતા અનેક શ્રમિકો તેની નીચે દબાઈ જતા ૩નું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે પાણીમાં પડેલા અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરાઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts