દિલ્હીથી સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીમાં આપ આદમી પાર્ટીની કારમી હાર અને ભાજપની પ્રચંડ જીત બાદ હવે ભાજપની સરકાર બનવા જઇ રહી છે. આ અંતર્ગત આજે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. આ તરફ દિલ્હીના ન્ય્ ફદ્ભ સક્સેનાએ પાછલી વિધાનસભાને વિસર્જન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આજે આતિશીએ રાજીનામું આપી દીધું છે. આજે લગભગ સવારે ૧૧ વાગ્યે તેઓ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ સાથે ન્ય્ એ પાછલી વિધાનસભા ને વિસર્જન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના સાથે નવી વિધાનસભાની રચનાનો માર્ગ મોકળો થયો છે.નવી વિધાનસભાની રચના પછી સરકાર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ થશે. શનિવારે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપને ૪૮ અને આમ આદમી પાર્ટીને ૨૨ બેઠકો મળી. ભાજપ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, દિલ્હી ભાજપ અધ્યક્ષ આજે સાંજે બધા વિજેતા ધારાસભ્યોને મળશે. વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસથી પાછા ફર્યા પછી દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા છે. દિલ્હીમાં જીત બાદ ભાજપ છાવણીમાં ઉજવણીનો માહોલ છે. નાયબ સિંહ સૈની હરિયાણા ભવનમાં જલેબી પાર્ટીનું આયોજન કરશે. હરિયાણાના મુખ્યમંત્રીના આગમન પહેલા જલેબી બનાવવામાં આવી રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા આતિશીએ કાલકાજી વિધાનસભા બેઠક પર પોતાનો વિજય નોંધાવ્યો છે. આ જીત પાર્ટીને ભાજપ પ્રભુત્વ ધરાવતી વિધાનસભામાં અસરકારક રીતે પોતાનો અવાજ ઉઠાવવાની તક આપશે. આતિશીએ ભાજપના રમેશ બિધુરીને ૩૫૦૦ થી વધુ મતોથી હરાવ્યા છે. આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હારી ગયા છે. મનીષ સિસોદિયાને જંગપુરા બેઠક પરથી પણ હારનો સામનો કરવો પડ્યો છે. સૌરભ ભારદ્વાજ પણ ગ્રેટર કૈલાશથી ચૂંટણી હારી ગયા.
આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

Recent Comments