fbpx
રાષ્ટ્રીય

ATS-NCB મોટી સફળતા, હશીશ અને અન્ય ડ્રગ્સ લઈ જતી ઈરાની બોટ ઝડપાઈ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (છ્‌જી) એ ભારતીય નૌકાદળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) સાથેના સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે રાજ્યના દરિયાકાંઠે એક ઈરાની બોટને અટકાવી હતી અને ચાર ઈરાની ક્રૂ સભ્યોની અટકાયત કરી હતી. આરોપ છે કે આ લોકો ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની હશીશ અને અન્ય ડ્રગ્સ લઈ જતા હતા.
ગુજરાત છ્‌જીના વરિષ્ઠ અધિકારીએ ડ્રગનો વાસ્તવિક જથ્થો જાહેર કર્યો ન હતો. તેમણે કહ્યું કે દરિયામાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન બોટમાંથી હશીશ સહિત વિવિધ પ્રકારના માદક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બોટને દરિયાકાંઠે લાવવામાં આવી રહી છે અને આજે પોરબંદર પહોંચે તેવી શક્યતા છે.

હકીકતમાં ગુજરાતમાં એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મોટી સફળતા મળી છે. એક સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત છ્‌જીએ મંગળવારે દરિયાકાંઠેથી એક ઈરાની બોટ જપ્ત કરી હતી. મળતી માહિતી મુજબ, આરોપ છે કે ચાર ઈરાનીઓ એક હજાર કરોડથી વધુની કિંમતના હશીશ અને અન્ય ડ્રગ્સ લઈ જતા હતા.

જપ્ત કરાયેલા ડ્રગ્સના ચોક્કસ જથ્થાનો ખુલાસો કર્યા વિના, ગુજરાત એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે દરિયાની મધ્યમાં ઓપરેશન દરમિયાન બોટમાંથી મોટી માત્રામાં હશીશ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે માહિતીના આધારે એટીએસ અને એનસીબીએ સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન પાસે ઓપરેશન હાથ ધર્યું હતું.

Follow Me:

Related Posts