ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાના કામે કબ્જે કરાયેલ વાહનોની હરાજી તા.૨૫મી માર્ચના રોજ કરાશે

ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી (ઈ.ચા) ની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાના કામે કબ્જે કરવામા આવેલ (૧) GJ-07-AG-9489 સ્વીફ્ટ કાર (૨) GJ-04-BD-7066 બજાજ ડીસ્કવર મોટર સાયકલ જે બંન્ને વાહનોની જાહેર હરાજી આગામી તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ ૦૯:૩૦ વાગ્યે રાખવામા આવી છે. જેથી આ વાહનો જોવા તેમજ ડીપોઝીટ ભરપાઈ કરવા સારૂ તા.૨૦/૦૩/૨૦૨૫ થી તા.૨૩/૦૩/૨૦૨૫ના ૧૧:૦૦ થી ૦૧:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો. હરાજી નિયમોનુંસાર કરવામા આવશે.
Recent Comments