ગુજરાત

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત મેલબોર્ન ગુરુકુળમાં મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો શુભ સંદેશ

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત મેલબોર્ન ગુરુકુળમાં મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો શુભ સંદેશ મેલબોર્ન ગુરુકુળ માં તારીખ ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેની પૂર્વ સંધ્યાએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ એ તેના શુભ સંદેશમાં જણાવેલ છે કે આ શુભ અવસર એક ધાર્મિક વિધિ પુરતું સીમિત નથી પરંતુ આધ્યાત્મિક ચેતના સશક્ત કરવા માટે તથા ભારતીય સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોને વિશ્વ સ્તરે પ્રસારિત કરવા માટે નો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત સિદ્ધાંત નૈતિકતા; સેવા અનુશાસન અને સમરસતા આજના સમયે માનવ કલ્યાણ અને સામાજિક સંતુલન માટે અત્યંત જરૂરી છે.              ગુરુકુળ પરંપરા સદીઓથી સંસ્કારયુક્ત શિક્ષણ ; ચરિત્ર નિર્માણ અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના ને વિકસિત કરવા માટે નું માધ્યમ છે મને વિશ્વાસ છે કે મેલબોર્ન ગુરુકુળ ભારતીય પ્રવાસી સમાજ માટે સાંસ્કૃતિક શિક્ષણ આધ્યાત્મિક સાધના સામાજિક એકતા માટેનું પ્રભાવિત કેન્દ્ર બનશે.આ સંસ્થા યુવા પેઢીને ભારતીય જીવન મૂલ્યો સાથે રાષ્ટ્ર સમાજ માનવતા પ્રતિ કર્તવ્ય પાલન માટેનું શિક્ષણ પૂરું પાડશે સાથે સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુને વધુ દ્રઢ બનાવવા માટે યોગદાન આપશે અને સશક્ત કલ્ચરરૂપમાં સહભાગી બનશે આ મંગળ અવસર માં જોડાયેલ  સર્વે સાધુ સંતો તથા હરિભક્તોને હાર્દિક શુભકામના અર્પું છું મારી શુભકામના છે કે આ ઉત્સવ બધા માટે શાંતિ; સદભાવ ;સદાચારનો સંદેશ આપ્યો હતો તેમ હીરાભાઈ અને દિનેશભાઈ જોગાણી ની યાદી માં જણાવ્યું હતું

Related Posts