અમરેલી

સ્પોર્ટસ સ્કૂલ યોજના અન્વયે અંતર્ગત જાગૃત્તિ શિબિર યોજાઇ

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અન્વયે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના સમયગાળા દરમિયાન યોજનામાં સમાવવા યોગ્યતા ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવાની થાય છે.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અંડર ૦૯ અંડર-૧૧ના તાલુકાકક્ષા એથ્લેટિક્સ રમતમાં ૩૦ મીટર, દોડ, ૫૦ મીટર દોડ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાંથી ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનોને અલગ તારવી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન તા.૧૧.૦૩.૨૦૨૫ અને તા.૧૨.૦૩.૨૦૨૫ના રોજ કરવામાં આવશે.

જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ આયોજન પૂર્વે જિલ્લાના ખેલાડીઓ અને વાલીઓ સાથેની જાગૃત્તિ શિબિર યોજવામાં આવી હતી, આ ટેસ્ટમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ શિબિરમાં સ્પોર્ટ્સને લગતી યોજનાઓ વિષયક વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts