જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત
તા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ આરોગ્ય વિભાગ, જિ.પં.ભાવનગર સયુંકત ઉપક્રમે ઘોઘા તાલુકાના આશાવર્કર બહેનો
સાથે PC & PNDT ACT કાયદાની માહિતી અન્વયે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર
તાલીમ હોલ, બી.આર.સી.ભવન ઘોઘા ખાતે યોજાયો હતો.
જેમાં CDHOશ્રી ડૉ.ચંદ્રમણી દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત PC & PNDT ACT કાયદા વિષે
પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. દિકરીઓના જન્મદર વધે તેમજ દિકરીઓની સુરક્ષા અને સલામતી અંગે જો
કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવા પ્રયાસ કરે તો જિલ્લા કક્ષાએ જાણ કરવા તેમજ કાયદા અંગે ખુબ જ સરળ ભાષામાં
વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ ઘોઘા THOશ્રી લાખાણી દ્રારા PC & PNDT ACT અંગે વિસ્તૃત સમજ
આપવામાં આવી હતી. જેમાં કાયદા અંતર્ગત કેટલી સજા અને દંડની જોગવાઇઓ છે તેની માહિતી આપી ચર્ચા
કરવામાં આવી હતી. PBSC અને OSC સેન્ટરના કર્મચારીઓ દ્રારા સેન્ટર અંગેની વિસ્તૃત સમજ આપી તેમની
કામગીરી અંગે જણાવવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચંદ્રમણીસાહેબ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, સુફિયાન
લાખાણી, તાલુકા હેલ્થ પ્રોગ્રામર દિપાલીબેન દેસાઈ, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) ના મિશન
કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટીયા, જેન્ડર સ્પેશ્યાલીસ્ટ અજયભાઇ ધોપાળ, પોલીસ સ્ટેશન બેઈર્ઝ સપોર્ટ સેન્ટર
(PBSC) ના કાઉન્સેલર રીનાબેન વાધેલા, સખી વન સ્ટોપ સેન્ટર (OSC) ના કર્મચારી કિનરીબેન, તેમજ અને
આશાવર્કર બહેનો હાજર રહ્યા હતાં.

















Recent Comments