અમરેલી

કુંકાવાવના બાંભણીયા ખાતે પોક્સો એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીઅમરેલી દ્વારા બેટી બચાવોબેટી પઢાવો” સેલના સહયોગથી કુંકાવાવ તાલુકાના બાંભણીયા ખાતે આવેલી આદર્શ આશ્રમ શાળા ખાતે પોક્સો (POCSO) એક્ટ અંતર્ગત બાળ સુરક્ષા અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણઝરીયા દ્વારા બેટી બચાવોબેટી પઢાવો” યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી ગીતાબેન સોલંકી દ્વારા પોક્સો એક્ટ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ તકે સરપંચશ્રી લાલભાઈ ભુવાના હસ્તે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. એફ.એસ.એલશ્રીમીનાક્ષી બહેન દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ચાઇલ્ડલાઇન પ્રતિનિધિશ્રી સુનિતા બહેન દ્વારા ચાઇલ્ડલાઇન સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સેલરશ્રી રોશનીબહેન દ્વારા મહિલા સહાયતા કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીબાલુભાઈ માંગરોળીયાસંસ્થા વતીશ્રી ભવાનભાઈ ચાવડાશ્રી મનિષભાઈ ચાવડાશ્રી હરિભાઈ રાઠોડ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાતેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts