AXIS BANK અમરેલીના સહયોગ થી વેલ્થ અવેરનેસ પ્રોગ્રામના આયોજન બાબત.
પોલીસ અધીક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ ની સુચના તેમજ શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલી ના માર્ગદર્શન હેઠળ AXIS BANK અમરેલીના સહયોગ થી અવેરનેસ પ્રોગ્રામન નું આયોજન તા.૧૭-૦૯-૨૦૨૩ ના ક.૧૦.૩૦ થી ક.૧૨.૪૫ દરમ્યાન જીલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે કરવામાં આવેલ જેમાં અમરેલી જીલ્લા ના પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓ મળી કુલ-૨૨૫ ની સંખ્યા માં ઉપસ્થિત રહેલ અને એકસીસ બેન્ક અમરેલીના શ્રી ચિંતનભાઇ રૂપારેલ બ્રાન્ચ મેનેજર તેમજ શ્રી મૈાલિકભાઇ કારીયા મેકસ લાઇફ કલસ્ટર એડવાઇઝર રાજકોટ નાઓ તેમજ એકસીસબેન્ક ના કર્મચારીઓ દ્રારા વર્તમાન સંજોગોમાં દરેક વ્યકિતને સામાજીક- વ્યવહારિક જવાબદારી, અકસ્માત બનાવો, આકસ્મિક બિમારીઓ સમયે તાત્કાલીક નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતી હોય છે.
આ સંજોગોમાં દરેક વ્યકિતએ ચોકકસ પ્લાન મુજબ નાણાકીય બચત કેવી રીતે કરવી તથા હાલના સંજોગોમાં દરેક વ્યકિતઓ મેડીકલેઇમ/મ્યુચ્યલ ફંડ/ફિકસ-ડીપોઝીટ જેવી અલગ-અલગ યોજનાઓમાં રોકાણ કરવા અંગે માહિતગાર કરવામાં આવેલ અને આ સેમીનાર માં અમરેલી જીલ્લા ના અધિકારી/કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયેલ અને એકસીસ બેન્ક ના સેલરી એકાઉન્ટ તેમજ મેડીકલેઇમ/મ્યુચ્યલ ફંડ/ફિકસ-ડીપોઝીટ જેવી અલગ-અલગ યોજનાઓમાં રોકાણ કરવા અંગે માહિતગાર થઇ કાર્યક્રમ ને સફળ બનાવી પોલીસ ને ભવિષ્ય માં પોતાના નાણા નું વધુ માં વધુ વળતર કેવીરીતે મેળવવું તે અંગે જાણકારી મેળવવામાં આવેલ હતી.અને કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.
Recent Comments