કુદરતના આ ખજાનાથી મટાડીએ વ્યાધિઓ સહુ,
આયુર્વેદની જ્યોતથી નવજીવન જગાડીએ સહુ.
સેવા તણો આ યજ્ઞ છે ‘ગાયત્રી’ના આંગણે,
માનવતાના માર્ગ પર ડગલાં માંડીએ સહુ.
–“પાંધી સર”
નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગરની પ્રેરણા અને જિલ્લા આયુર્વેદ કચેરી, અમરેલીના અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ખાતે એક ભવ્ય આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલાના વિશેષ સહયોગથી આ કેમ્પ મસ્તરામ પ્રાથમિક શાળા, હાથસણી રોડ ખાતે સંપન્ન થયો હતો.
આ કેમ્પમાં શ્વસનતંત્ર, પાચનતંત્ર, સ્ત્રીરોગ, બાળરોગ તેમજ વૃદ્ધાવસ્થાને લગતી વ્યાધિઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરવામાં આવ્યું હતું. નિદાન બાદ તમામ જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાથસણી રોડ, શ્રીજીનગર, ચંદ્રમોલી સોસાયટી, ગણેશવાડી તેમજ આસોપાલવ સોસાયટી જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ ઉમટી પડીને આ સેવાનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન મેડિકલ ઓફિસર ડૉ. ડી.જે. ખાચર તથા ડૉ. અંજુમન શેખ દ્વારા સરાહનીય નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જતીનભાઈ મહેતા તથા અન્ય ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

















Recent Comments