ગતરોજ તા. ૨૪-૧૨-૨૫ને બુધવારના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલી ના માર્ગદર્શન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો. હેડગેવાર સેવા સમિતિ સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનુ, પીઠવડી, તા. સાવરકુંડલા,જી. અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ગ્રામજનોને સ્વાસ્થ્ય અંગે માહિતી આપવામાં આવી. આ નિદાન કેમ્પમાં નિદાન અને સારવાર ઉપરાંત ગામના લોકોને દિનચર્યા તથા ઋતુચર્યાનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સંશમની વટીનું તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં વૈદ્ય દેવેન્દ્ર ચૌહાણ તથા વૈદ્ય કૌશલ ગોંડલીયા તથા વિનાયકભાઈ પરમાર, દિલીપભાઈ રાઠોડ,, કૌશિકભાઇ બોરીસાગરે સેવા આપી.


















Recent Comments