fbpx
અમરેલી

અમરેલી શહેરના વોર્ડ ન.૩ ખાતેઆયુષ્યમાન ભારત કાર્ડ, રેશનકાર્ડ ઈ–કેવાયસી કેમ્પ યોજાયો

શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, સુરેશભાઈ શેખવા, સજય(ચદુ)રામાણી અને નગર સેવકો નિલેષભાઈ ધાધલ, બ્રિજેશભાઈ કુરૂદલે, ખુશ્બબેન દિગતભાઈ ભટ્ટ, જયાબેન બારૈયા ઉપસ્થિત રહયા બહોળા પ્રમાણમા કેમ્પનો લાભા ઉઠાવતા લાભાર્થીઓ ભારત સરકારની પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના તળે તબીબી સહિતની આવશ્યક સરકારી યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુશ્યમાન વય વદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ–કેવાયસી પ્રક્રિયા
હાલમા ચાલી રહી છે આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમા લોકો લાભ લઈ રહયા છે પરંતુ આ પ્રક્રિયામા વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેઓને નજીક સુવિધા પુરી પાડવા સેવાભાવી સસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી–અમરેલી તરફથી અમરેલી શહેરના
વોર્ડ ન.-૩ ના રામેશ્વર મહાદેવ મંદિર, સ્વામિનારાયણ નગર-૧, બ્રાહમણ સોસાયટી અમરેલી ખાતે કેમ્પનુ આયોજન કરવામા આવેલ જેમા બહોળા પ્રમાણમા લાભાર્થીઓએ લાભ ઉઠાવેલ હતો. આ કાર્યક્રમમા શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, નગર સેવકો સુરેશભાઈ શેખવા, નગર સેવકો નિલેષભાઈ ધાધલ, બ્રિજેશભાઈ કુરૂદલે, ખુશ્બબેન દિગતભાઈ ભટ્ટ, જયાબેન બારૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts