fbpx
અમરેલી

જેસીંગપરા ખાતે આયોજિત આયુષ્માન વય વંદના કાર્ડ અને રેશન કાર્ડ E-KYC કેમ્પ

લોકોને સરકારની સેવાઓનો લાભ પહોંચાડવા ધારાસભ્ય દ્વારા આયોજનબદ્ધ કામગીરી, કેમ્પમાં મળતી સુવિધાઓથી લોકોએ રાજીપો વ્યક્ત કર્યો.સંવેદનશીલતાના ભાવ સાથે મતવિસ્તારના રહીશોના હાથ પકડીને સરકારની જનકલ્યાણકારી યોજનાઓના સહભાગી બનાવવા આજરાજ  કૌશિક વેકરિયા દ્વારા જેસીંગપરા ખાતે આયોજિત આયુષ્માન વય વંદના કાર્ડ તેમ જ રેશનકાર્ડ E-KYC કેમ્પમાં 1400 થી વધુ લાભાર્થી સહભાગી થયા હતા.. આ અગાઉ શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા અમરેલી શહેરના વોર્ડ નં 3 અને વોર્ડ નં 11 ખાતે આયોજિત  E-KYC અને આયુષમાન વય વંદના કાર્ડના કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કેમ્પમાં ભાગ લેવા લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ દેખાયો હતો તેમજ વડીલોએ ધારાસભ્ય ઉપર વરસાવ્યા આશીર્વાદ હતા.અમરેલી વિધાનસભાના ઉર્જાવાન અને લોકલાડીલા ધારાસભ્ય જેના હૈયે હંમેશા નાગરિકોનું હિત વસેલું છે તેવા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ઘરઆંગણે ઈ-કેવાયસી અને વડીલો માટેના આયુષમાન વયવંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંગે કૌશિકભાઈ વેકરીયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, અમરેલી શહેરના નાગરિકો અને વિધાનસભા મતવિસ્તારના નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈ એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સરકારની સેવાઓને મેળવવા માટે નાગરિકોએ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેમજ વૃદ્ધોને કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્રને જે તે વોર્ડમાં મોકલી  વિસ્તારના નાગરિકોને ઇ-કેવાયસી તથા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં અમરેલી શહેરના તમામ વોર્ડમાં અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામમાં આ પ્રકારના કેમ્પ યોજી નાગરિકોને રાજ્ય સરકારની સેવાનો લાભ આપવા માટે અમે માધ્યમ બનીશું.’કેમ્પનું સફળ આયોજન કરવા બદલ અમરેલી નગરપાલિકાના સભ્યશ્રીઓ, જે તે બુથના કાર્યકર્તાઓ સહિત સ્થાનિક અગ્રણીઓએ કમર કસી હતી

Follow Me:

Related Posts