શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ)રામાણી અને નગર સેવકો રમાબેન મહેતા, મનિષભાઈ ધરજીયા, અરૂણાબેન બામણીયા, દીપકભાઈ બાંભરોલીયા,ૠજુલભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહયાબહોળા પ્રમાણમા કેમ્પનો લાભા ઉઠાવતા લાભાર્થીઓભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તળે તબીબી સહિતની આવશ્યક સરકારી યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુશ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા હાલમા ચાલી રહી છે આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ આ પ્રક્રિયામા વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેઓને નજીક સુવિધા પુરી પાડવા સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી-અમરેલી તરફથી અમરેલી શહેરના વોર્ડ નં-૪ના પંચમુખી હનુમાનજી મંદિર, હનુમાનપરા મેઈન રોડ, અમરેલી ખાતે કેમ્પનું આયોજન કરવામા આવેલ જેમા બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ ઉઠાવેલ હતો.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, નગર સેવકો સુરેશભાઈ શેખવા, રમાબેન મહેતા, મનિષભાઈ ધરજીયા, અરૂણાબેન બામણીયા, દીપકભાઈ બાંભરોલીયા, ઋજુલભાઈ ગોંડલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
અમરેલી શહેરના વોર્ડ નં.–૪ ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ ઈ–કેવાયસી કેમ્પ યોજાયો


















Recent Comments