યુવા અગ્રણી મુકેશભાઈ સંઘાણી, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, મનિષભાઈ ઘરજીયા, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ)રામાણી અને નગર સેવકો ચિરાગભાઈ ચાવડા, ઉર્મિલાબેન માલવીયા, હરેશભાઈ (હરિ) કાબરીયા ઉપસ્થિત રહયાબહોળા પ્રમાણમા કેમ્પનો લાભા ઉઠાવતા લાભાર્થીઓભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તળે તબીબી સહિતની આવશ્યક સરકારી યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુશ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા હાલમા ચાલી રહી છે આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમા લોકો લાભ લઈ રહયા છે પરંતુ આ પ્રક્રિયામા વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેઓને નજીક સુવિધા પુરી પાડવા સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી-અમરેલી તરફથી અમરેલી શહેરના વોર્ડ નં.-૫ ના રામજી મંદિર, ભોજલ પરા, કેરીયા રોડ, અમરેલી ખાતે કેમ્પનું આયોજન કરવામા આવેલ જેમા બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ ઉઠાવેલ હતો.આ કાર્યક્રમમાં યુવા અગ્રણી અને સારહિ તપોવન આશ્રમના પ્રણેતા મુકેશભાઈ સંઘાણી, નગર પાલીકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, મનિષભાઈ ઘરજીયા, સુરેશભાઈ શેખવા, સંજય (ચંદુ)રામાણી, ચિરાગભાઈ ચાવડા, ઉર્મિલાબેન માલવિયા, હશભાઈ (હરિ)કાબરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
અમરેલી શહેરના વોર્ડ નં.–૫ ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ ઈ–કેવાયસી કેમ્પ યોજાયો

Recent Comments