અમરેલી શહેરના વોર્ડ નં.-૮ ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ ઈ–કેવાયસી કેમ્પ યોજાયો
સંદિપ માંગરોળીયા, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ)રામાણી, ૠજુલ ગોંડલીયા, રાજુભાઈ માંગરોળીયા, ધર્મેશ ઘોઘારી, ભદ્રેશ ચાવડા, જયસુખ ઘીનૈયા, શરદ બોરડ, રવિ કથીરીયા, હરેશ સુખડીયા, તુષાર જોષી ઉપસ્થિત રહયાબહોળા પ્રમાણમા કેમ્પનો લાભા ઉઠાવતા લાભાર્થીઓભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તળે તબીબી સહિતની આવશ્યક સરકારી યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુશ્યમાન વયવંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ–કેવાયસી પ્રક્રિયા હાલમા ચાલી રહી છે આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમા લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ આ પ્રક્રિયામા વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેઓને નજીક સુવિધા પુરી પાડવા સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી-અમરેલી તરફથી અમરેલી શહેરના વોર્ડ નં–૮ના અંબિકાનગર, ટાઉન હોલ, જેશીંગપરા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમા બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ ઉઠાવેલ હતો.આ કાર્યક્રમમાં સંદિપ માંગરોળીયા, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ)રામાણી, ૠજુલ ગોંડલીયા, રાજુભાઈ માંગરોળીયા, ધર્મેશ ઘોઘારી, ભદ્રેશ ચાવડા, જયસુખ ઘીનૈયા, શરદ બોરડ, રવિ કથીરીયા, હરેશ સુખડીયા, તુષાર જોષી ઉપસ્થિત રહ્યા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments