બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર, અમરેલી દ્વારારવિ સત્સંગ સભામાં પ્રકૃતિ પરિક્ષણ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારશ્રીના આયુષ મંત્રાલય દ્વારા *દેશનું પ્રકૃતિ પરિક્ષણ અભિયાન* નું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે *નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલ, અમરેલી* ના સહયોગથી રવિ સત્સંગ સભામાં પ્રકૃતિ પરિક્ષણ કાર્યક્રમ યોજાયો.
માનવ શરીરમાં મુખ્ય ત્રણ દોષ છે. વાત-પિત્ત-કફ. આ દોષ ઓળખાય તો ઘણી બધી બીમારીમાંથી બચી શકાય. ભારત સરકારશ્રી દ્વારા સ્વસ્થ ભારત મિશન અંતર્ગત તમામ લોકોની પ્રકૃતિની ઓળખાણ થાય અને તે આધારિત દિનચર્યા, ખોરાક અને રહેણીકરણી અંગેની જાણકારી મળી રહે તેવા ઉમદા હેતુથી *પ્રકૃતિ પરિક્ષણ* એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે.આ એપ્લિકેશનના માધ્યમથી રવિસભામાં હાજર હરિભક્તોનું પ્રકૃતિ પરિક્ષણ કરવામાં આવ્યું. તેમજ આયુર્વેદનું જ્ઞાન દરેક ઘર સુધી પહોંચે તે માટેની સમજૂતી આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલ, અમરેલીના તજજ્ઞો દ્વારા આ રાષ્ટ્રીય અભિયાનની વિડિઓના માધ્યમથી સમજૂતી અપાઈ હતી. જેમાં આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલ વિડિઓ સંદેશ પ્રસારિત કરવામાં આવેલ.
Recent Comments