અમરેલી તા.૦૧ જાન્યુઆરી,૨૦૨૫ (બુધવાર) બાબરા તાલુકાના કરિયાણા મુકામે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિષયક નિષ્ણાંતો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિના મહત્વના ઘટકરુપ જીવામૃત, ઘન જીવામૃત, અચ્છાદાન, મિશ્ર પાક પદ્ધતિ ઉપરાંત પ્રાકૃતિક કૃષિના ફાયદા સહિત વગેરે ઉપરાંત રોગ નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આગ્નિસ્ત્રની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
કરિયાણા ગામ સ્થિત ચામુંડા પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ખેડૂતોએ રુબરુ મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિ વિષયક વિગતો પ્રાપ્ત કરી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લામાં આંતરિક પ્રવાસનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ અંતર્ગત કરિયાણા મુકામે જી.પી.કે.વી.બી.ના નિષ્ણાંતો દ્વારા ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી સાથે પરંપરાગત ખેતી કરતાં ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો હવે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ખેડૂતો બાગાયતી પાકોનું પણ વાવેતર કરી રહ્યા છે.


















Recent Comments