અમરેલી

બગસરા એસ.ટી.વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરાતા આવેદનપત્ર પાઠવાયું

બગસરા પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે જી્‌ વિભાગના ડેપો મેનેજર અને મામલતદારને આવેદનપત્ર આપીને ૧૮થી વધુ રૂટની બસો બંધ હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી છે. બસો બંધ રહેવાથી મુસાફરોની હાલત કફોડી બની છે. લાંબા અંતરના રૂટ, જેમ કે કચ્છ, ભુજ, વડોદરા, દ્વારકા ફરી શરૂ કરવા અને ડિવિઝનને નવી બસો ફાળવવાની માંગણી લાંબા સમયથી લેખિત અને મૌખિક રજૂઆત છતાં સ્વીકારાઈ નથી. એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે ડિવિઝનના ‘ઓરમાયા વર્તન’ સામે નારાજગી વ્યક્ત કરી છે. જો આગામી બે દિવસમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Related Posts