સંત સીતારામબાપુએ શપથ વિધિ સમારોહમાં ખાસ હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી
બગદાણા ખાતે આવેલ સંતશ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલના નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની (શપથ વિધિ) સમારોહ યોજાય ગયો.
ANM માં પ્રથમ વર્ષના પ્રવેશ સાથેની તાલીમ અને અભ્યાસ શરૂ કરનાર બહેનોએ આ વેળાએ શપથ લીધા હતા.
કાર્યક્રમમાં હાજર અધેવાડા આશ્રમના સંત પૂ. સીતારામબાપુએ ખાસ ઉપસ્થિત રહીને આશિર્વચન આપ્યા હતા.તેમણે આ સંસ્થામા શિક્ષણની સાથે જીવન ઘડતરના પ્રયોગો સાથેની તાલીમ અને ભણતર સાથે ઘડતર પણ થવું જોઈએ, જે અહીં થાય છે તે માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ વેળાએ હાજર સંત પૂ. ઓમરામબાપુએ પણ સંદેશ આપ્યો હતો.
દીપ પ્રાગટ્ય બાદ યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો થી સમગ્ર પરિસરમાં ઉલ્લાસ છવાયો હતો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઈ લાધવાએ સૌને આવકાર્યા હતા.
નર્સિંગ સેવાના જનક, સેવા અને સમર્પણની પ્રતિમા ફ્લોરેન્સ નાઈટિંગલ ના જીવન કવન વિશે મિતલબેન બળદાણીયાએ માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું. બાદમાં તેજસ્વિતા અંતર્ગત પ્રથમ વર્ષના તેજસ્વી છ તાલીમાર્થી બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન લાભશંકરભાઇ લાધવા,ટ્રસ્ટી વિષ્ણુભાઈ ભાલિયા,સાગરભાઈ, અરજણભાઇ ભાલીયા, પ્રવિણભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શરદભાઈ બારૈયાએ સાંભળ્યું હતું.


















Recent Comments