અમરેલી

બાળ કેળવણી મંદીર બગસરા, છેલ્લા ૯૪ વર્ષથી દેવચંદ સાવલિયા અને કાર્યકર્તાઓના સંકલન આયોજન સાથે બાળ વિકાસ અને બાળ ઉત્કર્ષની વિવિધ પ્રવુતિઓ કરી રહેલ છે

બાળ કેળવણી મંદીર બગસરા, છેલ્લા ૯૪ વર્ષથી દેવચંદ સાવલિયા અને કાર્યકર્તાઓના સંકલન આયોજન સાથે બાળ વિકાસ અને બાળ ઉત્કર્ષની વિવિધ પ્રવુતિઓ કરી રહેલ છે. ૩ જાન્યુઆરી શનિવારના દિવસે રોજ, સંસ્થાના વિવિધ શૈક્ષણિક વિભાગના અને બગસરા શહેર ની વિવિધ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે, સર્વોદય સરસ્વતી મંદીર અધ્યાપન મંદિર બાબાપુરના બહેનો દ્રારા, બાળકો ને વિવિધ પ્રકારની સર્જનાત્મક પ્રવુતિઓ શીખવવામાં આવેલ તેમજ બાળ ગીતો, બાળ વાર્તા બાળ નાટકો, બાળ રમતો, પપેટ શો વગેરે પ્રવૃત્તિઓ દ્રારા, ૨૦૦થી વધુ બાળકોને અચલી બાળપણ ની યાદ તાજી કરાવી બાળકો નો રાજીપો મેળવેલ. અધ્યાપન મંદિર ના ૧૫ બહેનો અને તેમના આચાર્ય નસીમબેન સંવટનુ માર્ગદર્શન અને સંસ્થાના કાર્યકરોની મહેનત રંગ લાવેલ તેમ સૌ હાજર રહેલ વાલીગણ અને બાળકો એ જણાવેલ તેમ શિબિર સંચાલક શ્રી કૌશિકભાઈ ચાવડાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts