ભાવનગર

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા દ્વારા બાલવાડી શિબિર સંપન્ન

બાળક એ પરમાત્મા એ માનવજાત પર લખેલ પ્રેમપત્ર છે” મૂછાળી મા ગિજુભાઈ બધેકાની આ ઉક્તિને સાર્થક કરતા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા દ્વારા ” બાલ દેવો ભવ” ના મંત્ર હેઠળ ૫૪મો બાલવાડી શિબિર તા ૨૯/૧૨/૨૦૨૫ ના રોજ હર્ષોલ્લાસ , નવું શિખ્યાની – પામ્યાની સંતુષ્ટિ અને અંત એ જ આરંભની અનુભૂતિ સાથે પૂર્ણતાની પળે સંપન્ન થયો.
લોકભારતી યુનિવર્સીટી ફોર રૂરલ ઈનોવેશનના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિની ઉપસ્થિતિમાં યોજાયેલ સમાપન કાર્યક્રમમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ દ્વારા પાંચેય તાલીમી શાળાઓનું સંચાલનના પ્રત્યક્ષ કૌશલ્યના પ્રતિભાવ રજૂ કર્યા. તો સાથોસાથ પ્રથમ વર્ષની લાભાર્થી ટુકડીઓ એ પાંચેય શાળાની રોટેશનમાં લીધેલી તાલીમ અંતર્ગત સર્જન, સંગીત, વિજ્ઞાન, રમત ગમત,નાટ્ય, કમ્પ્યુટર VR અને AI કાર્યશાળાઓ એ પોતાનામાં શું શું ઉમેર્યું એ રજૂઆત કરી.
શિબિર સંયોજક શ્રી કવિતાબેન વ્યાસે સૌના સાથ અને સહકાર માટે અભિનંદન સાથે આનંદની લાગણી વ્યકત કરી આભારવિધિ કરેલ અને આચાર્ય શ્રી જગદીશભાઈ ગોસાઈ એ આખાય શિબિરના સમાપનને કેળવણી ઘડતર અને બાળકો પ્રત્યેની સંવેદનાના ઉપકારક કાર્યક્રમ તરીકે બિરદાવ્યો.
સમગ્ર શિબિર દરમિયાન શ્રી રામચંદ્રભાઈ પંચોળી,શ્રી ભાવનાબેન પાઠક, શ્રી વાસુદેવભાઇ સોઢા , શ્રી રમેશભાઈ પરમાર, શ્રીવી.ડી.બાલા અને ઈલિયાભાઈ કુરેશી દ્વારા દેશી રમતો , અને છેલ્લા દિવસે શિક્ષણ જગતમાં ખ્યાત એવા રઘુ રમકડું એ જીવંત અનુભવથી સમાપનને યાદગાર બનાવ્યું. શિબિર દરમિયાન તાલીમાર્થીઓ
60 જેટલા નવા બાળ અભિનય ગીતો તાલીમાર્થીઓ શીખ્યા
30 બાળ નાટકો અને 5 papet શો રજૂ થયા
100 જેટલા સર્જન નમૂના
25 મેદાની રમતો દેશી રમતો
50 જેટલા વિજ્ઞાન પ્રયોગો, વૈજ્ઞાનિક રમકડાઓ,ગણિત કોયડાઓ તથા બધા જ દિવસ બાળ સાંકૃતિક કાર્યક્રમોની લ્હાણી થઈ.
શ્રી ચેતનભાઈ પટેલના સહયોગ સાથે આ શિબિરમાં અનુભવ અને અનુબંધ આધારિત શિક્ષણ પ્રણાલીને કેન્દ્રમાં રાખતા આ કાર્યકમને સુપેરે સંપન્ન કર્યાનો આનંદ દરેકના ચહેરા પર મલકી રહ્યો.

Related Posts