શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સમાં પ્રવેશ માટે ચોથી ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૧૧ નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે.૧૧ નવેમ્બરે બપોર ૨ વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓએ પોતે ભરેલી ચોઇસ જાેઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓનું મેરીટ જાહેર કરવામાં આવશે. મ્છસ્જીમાં ૨૩૯ અને મ્ૐસ્જીમાં ૨૬૦ બેઠક ખાલી છે. ત્રણ રાઉન્ડ બાદ ૪૯૯ બેઠક ખાલી છે,
જેના પર ચોથા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માટે બીએસસી નર્સિંગ,ફિઝિયોથેરાપી,જીએનએમ,ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ ,નેચરોપેથી સહિતની પેરા મેડિકલ કોર્સમાં ૮ નવેમ્બરે ત્રીજા રાઉન્ડની બેઠકની ફાળવણી કરવામાં આવી છે. ૧૧,૧૫૮ વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડ માટે ફિલિંગ કરી હતી, જેમાંથી ૪,૩૬૧ વિદ્યાર્થીઓને બેઠક ફાળવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને બેઠક કરાવવામાં આવી છે તે ૧૪ નવેમ્બર સુધી ઓનલાઈન ફી ભરી શકશે. ઉપરાંત નિયત કરેલી એક્સિસ બેન્કની બ્રાન્ચમાં જઈને પણ ફી ભરી શકાશે. ૧૬ નવેમ્બર સુધી વિદ્યાર્થીઓએ હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરીને અસલ ડોક્યુમેન્ટ જમા કરાવીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.
Recent Comments