ભાવનગર

શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનાં આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮ર ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે
જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. આ ફાયરીંગ બટ ખાતે તા.૨૬/૦૨/૨૦૨૬ દિન-૧
માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં આર્મ્ડ ગાર્ડસ માટે સ્ટેટ બેંક ઓફ લર્નીંગ એન્ડ ડેવલપમેન્ટ, ભાવનગર ખાતેના
તાલીમ પ્રોગ્રામ અંતર્ગત ૩૦ ગાર્ડસને ફાયરીંગ પ્રેકટીસનું આયોજન કરેલ છે.
જેથી શિહોરના સર્વે નં ૨૮૨માં ફાયરીંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના
વિસ્તારમાં તકેદારીના પગલારૂપે જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ
થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.

જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૬) થી મળેલ અધિકારની
રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, શિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા
રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર-૨-૧૯-૫૩ આરે માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી
આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૨૬/૦૨/૨૦૨૬ ના રોજ કોઈ પણ શખ્સે જવુ નહીં તેમજ ઢોરોને
સદરહુ વિસ્તારમાં ચરાવવા નહી.
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ
કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-
૧૩૧ મુજબ સજા થશે.

Related Posts