ભાવનગરમાં આવેલ સેન્સીટીવ ઝોન ખાતે પરવાનગી વગર ડ્રોન ઉડાવવાં પર પ્રતિબંધ
ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી.ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોધા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન એક્ષચેન્જ પાલીતાણા, જેટકો સબ સ્ટેશન પાલીતાણા, શેત્રુંજી ડેમ,સેન્ટ્રલ સોલ્ટ ભાવનગર વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયની એસ.ઓ.પી.મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. જેમાં ભાવનગર જિલ્લામાં કુલ -૨૬ સ્થળોને રેડ/યેલો ઝોનમાં મુકવામાં આવેલ છે.
જેથી ભાવનગર જિલ્લામાં આવેલ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ સેન્સેટીવ વિસ્તારો/સંસ્થાનો તેમજ વાઈટલ ઈન્સ્ટોલેશનોને ડ્રોન (UAV) જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઈ તેની સુરક્ષાને હાનિ ન પહોંચાડે તે સારૂ ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલા અધિકારની રૂઈએ ઉપરોક્ત સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગે પ્રતિબંધ ફરમાવ્યો છે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.
Recent Comments