અમરેલી કલેક્ટર કચેરી કેમ્પસ સહિત આજુબાજુના ૫૦ મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
પ્રતિબંધિત વિસ્તારમાં વિવિધ કૃત્યો જેવા કે, ઉપવાસ પર બેસવું, પારણાં કાર્યક્રમ, સભાઓનું આયોજન કરવા પર પ્રતિબંધ છે.
જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા, અફવાઓ ફેલાવવી, હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો, કોઈપણ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થ, માનવ શરીરને નુકશાન થાય તેવા ઝેરી પદાર્થો સાથે રાખવા પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામાનું તા.૨૭.૦૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ અન્વયે કાનૂની કાર્યવાહી થશે.


















Recent Comments