બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ તેના આંતરિક અને બાહ્ય દબાણનું પરિણામ છે
૧૯૭૧ માં, ભારત (ૈંહઙ્ઘૈટ્ઠ)એ પોતાની સૈન્ય અને આર્થિક તાકાતના બળ પર બાંગ્લાદેશ (મ્ટ્ઠહખ્તઙ્મટ્ઠઙ્ઘીજર) ને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજાેગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. ઓગસ્ટ ૨૦૨૪ માં શેખ હસીના સરકારના પતન અને ભારત વિરોધી શક્તિઓના સત્તામાં આવ્યા પછી બાંગ્લાદેશમાં આર્થિક અને સામાજિક પતન શરૂ થયું છે. આર્થિક દૃષ્ટિકોણથી બાંગ્લાદેશની ભારત પર ર્નિભરતા ઘણી હદ સુધી છે. બાંગ્લાદેશની ૯૪% સરહદ ભારત સાથે છે. આ ૪,૩૬૭ કિલોમીટર લાંબી સરહદને કારણે બાંગ્લાદેશનો વેપાર અને સુરક્ષા ભારત પર ખૂબ ર્નિભર છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૨-૨૩માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો કુલ વેપાર ૧૬ અરબ ડોલર હતો. આમાં, બાંગ્લાદેશની ભારતમાં નિકાસ માત્ર ૨ અબજ ડોલર હતી,
જ્યારે ભારતમાંથી આયાત ૧૪ અબજ ડોલર હતી. ભારત પડોશી દેશોમાં કપાસ, અનાજ, ખાંડ, ઈલેક્ટ્રોનિક સાધનો અને સ્ટીલ જેવા ઉત્પાદનો મોકલે છે. જાે આપણે બાંગ્લાદેશના જીડીપીની વાત કરીએ તો તેમાં કાપડ ઉદ્યોગનું યોગદાન ૧૧ ટકા છે. તેમાંથી ભારત તેના કુલ કપાસ ઉત્પાદનના ૩૫ ટકા બાંગ્લાદેશમાં નિકાસ કરે છે. આ રીતે, જાે ભારત કપાસની નિકાસ બંધ કરે તો બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ અટકી શકે છે. આ વર્ષના ઑગસ્ટથી, બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને ૨ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે જીડીપી વૃદ્ધિ દર, જે પહેલા ૬.૩ ટકા હતો, તે હવે ૫ થી ઓછો રહેવાનો અંદાજ છે. આ સિવાય માથાદીઠ આવકમાં ઘટાડો અને મોંઘવારી વધવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. પાકિસ્તાન અને ચીન બાંગ્લાદેશને ભારત સામે ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાનમાંથી ૨૫,૦૦૦ ટન ખાંડની આયાત કરી હતી, પરંતુ તેની કિંમત ભારત કરતા વધુ હતી. ચીન અને પાકિસ્તાન બાંગ્લાદેશને પરમાણુ ટેક્નોલોજી આપવાની લાલચ આપી રહ્યા છે, પરંતુ તેના કારણે બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે બાંગ્લાદેશની સ્થિતિ વધુ ખરાબ થશે અને દેશની અંદર ભયાવહ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
Recent Comments